(સંવાદદાતા દ્વારા) પાલેજ, તા.૨૧
કરજણ નગર ખાતે ગુજરાતના પનોતા પુત્ર પ્રખર રાષ્ટ્રપ્રેમી લોકલાડીલા લોકસેવક કોમી એકતા ભાઈચારના પ્રખર હિમાયતી આદરણીય અહમદભાઈ પટેલના ૭૨મા જન્મ દિવસના વધામણા સાથે કરજણ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરીટસિંહ જાડેજા વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નિલાબેન ઉપાધ્યાય, કરજણ તાલુકા કોંગ્રેસ સંગઠન મંત્રી અભિષેક ઉપાધ્યાય તેમજ કરજણ તાલુકાના સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહી કરજણ ધાવટ ચોકડી ખાતે અહમદભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે કોરોના મહામારીને અનુલક્ષીને આમ જનતામાં માસ્ક તેમજ સેનિટાઇઝરની બોટલોનું વિતરણ કરી સાદગી પૂર્ણ રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી. અહમદ પટેલ સદૈવ તંદુરસ્ત સક્રિય રહે એવી શુભેચ્છા પાઠવી હતી. (તસવીર : ઈમરાન મોદી, પાલેજ)