Site icon Gujarat Today

૧૭ મહિલાઓને રોકડ રકમ એનાયત કરાઈ ભરૂચના શેરપુરા ગામે લોકડાઉનમાં સંતાનપ્રાપ્તિ પર પુરસ્કાર વિતરણ

 

(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.ર૭
ભરૂચ તાલુકાના શેરપુરા ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા કોરોના મહામારી વચ્ચે ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ ની સ્થિતિ માં સંતાન પ્રાપ્તિ કરનાર મહિલાઓને પુરસ્કાર આપવાની જાહેરાત કરાઇ હતી જેમાં આજરોજ પંચાયત દ્વારા ૧૭ જેટલા પરિવારોને રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા
ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ ની સ્થિતિ માં સામાન્ય પરિવારોની હાલત કફોડી થઈ જવા પામી હતી અત્યારે શેરપુરા ગ્રામ પંચાયત દ્વારા નવીન અભિગમ અપનાવી ગામમાં જે કોઈ પરિવારમાં દીકરી જન્મે તો રૂપિયા ૫૦૦૦ તથા દીકરો જન્મે તો ૨૫૦૦ રૂપિયાના પુરસ્કાર આપવાની જાહેરાત કરાઇ હતી જે અંતર્ગત આજરોજ શેરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ નદીમ ભીખી તથા ગ્રામ પંચાયતના અન્ય સદસ્યોની હાજરીમાં શેરપુરા ગામ ના ૧૭ જેટલા પરિવારોને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

Exit mobile version