(એજન્સી) તા.૩૦
ખનિજના ભંડારો માટે આદિવાસીઓની વતન ભૂમિનું શોષણ અને તે પણ આદિવાસી લોકો માટે નુકસાનકારક થાય એવા પગલાને કારણે આ દેશમાં સૌથી મોટો અને સૌથી વ્યાપક વિદ્રોહ ભડકી ઊઠ્યો છે. નક્સલવાદીઓના આગમન પહેલાં પણ આદિવાસી વિદ્રોહ જોવા મળ્યો છે.
આંધ્રપ્રદેશમાં ઇસ્ટ ગોદાવરી જિલ્લાના રામ્પા પ્રદેશમાં ૧૭૭૦ અને ૧૯૨૪ વચ્ચે ડઝન કરતાં વધુ આદિવાસીએાના વિદ્રોહની ઘટનાઓ જોવા મળી હતી. સંસ્થાનવાદના પ્રારંભિક વર્ષોમાં બ્રિટીશ શાસન સામે ભારતમાં અન્ય કોઇ સમુદાયે આટલા શૌર્ય સાથે પ્રતિકાર કર્યો નથી કે આવા કરૂણ પરિણામોનો સામનો કર્યો નથી જેવા ઝારખંડ, છત્તિસગઢ, ઓડિશા અને બંગાળના અસંખ્ય આદિવાસી સમુદાયે કર્યો છે. ૧૭૫૨માં પહાડીયા વિદ્રોહ ભડકી ઊઠ્યો હતો ત્યારબાદ તિલકામાંજીના વડપણ હેઠળ પાંચ વર્ષનો જુવાળ જોવા મળ્યો હતો. પાછળથી તિલકા માંજીને ૧૭૮૫માં ભાગલપુરમાં ફાંસી આપવામાં આવી હતી. તામર અને મુંડા વિદ્રોહ થયાં હતા. આગામી બે દાયકામાં સિંગભૂમ, ગમલા, બીરભૂમ, બાંકુરા, મેનભૂમ અને પાલામોઉમાં પણ વિદ્રોહની ઘટનાઓ ઘટી હતી. ૧૯૭૦ના મધ્ય ભાગમાં મહારાષ્ટ્ર, મ.પ્ર., તેલંગણા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં આદિવાસી ભૂમિ પર અસંતોષની આગ ભડકી ઉઠી હતી. આદિવાસી વિસ્તારોમાં મોટા ખનન હિતોએ કેવું આક્રમણ કર્યું હતું અને લોકોને પોતાની જમીન પરથી કેવી રીતે વિસ્થાપિત કર્યા બાદ તે મામલે આક્રોશ ભડકી ઊઠ્યો હતો. દાયકાઓ સુધી આયર્ન ઓર પર રોયલ્ટી પ્રતિ ટન માત્ર રૂા.૨૭ હતી. આદિવાસી વિસ્તારોમાં તંગદિલી ઊભી થયાં બાદ ભારત સરકાર એકાએક જાગી ઊઠી હતી અને સમજાયું હતું કે હવે પેહેલાની જેમ શોષણ કરી શકાશે નહીં. અને ૨૦૦૯માં ભારત સરકારે વેચાણ કિંમતના ૧૦ ટકા જેટલી રોયલ્ટી વધારી હતી. ૨૦૧૪માં વધારીને તે ૧૫ ટકા કરાઇ હતી પરંતુ ભાવમાં ત્યાર બાદ ગાબડા જોવા મળ્યાં હતાં. આની વિરૂદ્ધ સુયોજિત ઝૂંબેશ ચાલી રહી છે અને મોટી આયર્ન ઓર અને મેટલ કંપનીઓની પીઆર મશીનરી આ વધારો પાછો ખેચાવવા કામ કરી રહી છે. આમ મૂળ પ્રશ્ન એ છે કે આખરે અયર્ન ઓરની માલિકી કોની છે ? ગરીબ આદિવાસીઓને તેનો કોઇ લાભ મળતો નથી પરંતુ સ્ટીલ ઉત્પાદકો આયર્ન ઓરના કારણે ભારતની સૌથી નફાકારક કંપનીઓ બની ગઈ છે.