Site icon Gujarat Today

ઈઝરાયેલી માનવાધિકાર સંગઠનોએ સરકારને ગાઝા વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં બંધ કરવાની અપીલ કરી

(એજન્સી) તા.૩૦
એક ઈઝરાયેલી રાઈટસ ગ્રુપે ગુરૂવારે ઈઝરાયેલી કબજા અધિકારીઓને ઘેરાયેલી ગાઝાપટ્ટીમાં ગાઝા વિરૂદ્ધ શિક્ષાત્મક પગલા લેવાનું તાત્કાલિક બંધ કરવાનું કહ્યું અને કોવિડ-૧૯ સાથે લડવા માટે ઈંંધણ, ચીજ-વસ્તુઓ અને જરૂરી આવશ્યક સાધનોના પ્રવેશને મંજૂરી આપવા અંગે કહ્યું. ચળવળની સ્વતંત્રતા માટેના કાનૂની કેન્દ્ર(ય્ૈજરટ્ઠ)એ પુષ્ટિ કરી હતી કે અધિકારીઓએ ગાઝાપટ્ટીમાં સામાન્ય લોકડાઉન ૭ર કલાક વધાર્યું છે, જે રવિવારે સમાપ્ત થશે. ગાઝાના જિલ્લાઓ વચ્ચે હિલચાલની મંજૂરી નથી. આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ય્ૈજરટ્ઠએ જાહેરાત કરી કે ફકત તબીબી સેવાઓ અને આવશ્યક અન્ય સેવાઓ જેવી કે બેકરી અને જળ વિતરણ કેન્દ્રો ચાલુ છે. શાળાઓ, ઉદ્યોગો, મસ્જિદો અને જાહેર સંસ્થાઓ બધા બંધ છે. રહેવાસીઓને જરૂરી ચીજ-વસ્તુઓ ખરીદવા જવા માટે ઘર છોડતી વખતે માસ્ક પહેરવાની સૂચના અપાઈ છે. કેરેમ શેલોમ ક્રોસિંગને અપૂર્ણ રીતે ખોલાયું છે. (ય્ૈજરટ્ઠ)એ જણાવ્યું ઈઝરાયેલે ગાઝા સામે તેની ગેરવાજબી શિક્ષા ચાલુ રાખી છે. આ ભય ચેતવણીના સંકેત અને અનિશ્ચિતતાના સમયમાં પણ ઈઝરાયેલે ગાઝામાં ઈંધણના પ્રવેશને પ્રતિબંધિત કરવાનું ચાલુ રાખ્યું છે. જેમાં ૧૮ ઓગસ્ટથી બંધ કરાયેલા ઊર્જા ઉત્પાદન ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. રાઈટસ ગ્રુપે જાહેર કર્યું. રાઈટસ ગ્રુપે પુનઃઉચ્ચાર કરતા કહ્યું કે વીજળીના અભાવના કારણે હોસ્પિટલો, કવોરન્ટાઈન સેન્ટર, કચરો નિકાલ અને પાણી વિચ્છેદન, વિતરણ સેવાઓ અને મૂળભૂત ઘરેલુ કાર્યો જેમાં માલના રેફ્રિજેરેેશનનો પણ સમાવેશ થાય છે.પ બધા જોખમમાં મૂકાઈ જાય છે જ્યારે રહેવાસીઓને ઘરોમાં રહેવા દબાણ કરાય છે. ગ્રુપે વધુમાં સમજાવ્યું ‘ઈઝરાયેલે દરિયાકાંઠાને સમગ્ર રીતે બંધ રાખવાનું ચાલુ રાખ્યું છે. ૧૬ ઓગસ્ટથી આ બંધ અમલમાં છે. જેના કારણે ગાઝામા ભોજન અને આવકના મહત્ત્વના સ્ત્રોતને નુકસાન પહોંચ્યું છે. ૧૧ ઓગસ્ટથી તેણે બાંધકામ સામગ્રીના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મૂકયો છે. ઈઝરાયેલી રાઈટસ ગ્રુપે તેના નિવેદનની સમાપ્તિ કરતા વિનંતી કરી કે ઈઝરાયેલે તાત્કાલિક તેની સામૂહિક સજાના પગલા લેવાનું પાછું ખેંચી લેવું જોઈએ. અને ઈંધણ અને આવશ્યક માલ-સામાનની સામગ્રી અને ગાઝા રહેવાસીઓની ભોજન સુરક્ષા માટે જે કંઈ પણ જરૂરી છે તેના પ્રવેશને મંજૂરી આપવી જોઈએ અને આ સમયે આર્થિક પ્રવૃત્તિને શકય હોય તેટલી મહત્તમ હદ સુધી સક્ષમ કરવી જોઈએ.

Exit mobile version