Gujarat

દ.ગુ.માં બેથી પાંચ ઈંચ સાર્વત્રિક વરસાદ

કામરેજ, પલસાણામાં પાંચ ઈંચ, બારડોલી, નવસારી, ગણદેવી, મહુવામાં સાડા ચાર ઈંચ, ચીખલી, જલાલપોર, ચોર્યાસી, ડોલવણ, ધરમપુર વાલોડમાં ચાર ઈંચ ખાબક્યો

(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૩૦
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમને પગલે ગુજરાતમાં ફરી વરસાદીમય સિસ્ટમ ડેવલોપ થઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં બે દિવસના વિરામ ૂબાદ ફરી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યા છે. જેના કારણે માંડ માંડ વરસાદથી રાહત અનુભવી રહેલા લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે.શ્વ શનિવારે સવારે શરુ થયેલા ધોધમાર વરસાદે સાંજે થોડો બ્રેક પાડ્યા બાદ ફરી પડવાનો શરુ થયો હતો અને આખી રાત પડ્યો હતો. વિતેલા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં પાંચેય જિલ્લામાં બેથી લઈને પાંચ ઈંચ સુધીનો વરસાદ નોદ્વધાયો છે. જેમાં સોથી વધારે વરસાદ કામરેજ, પલસાણા પાંચ, બારડોલી, નવસારી, ગણદેવી, મહુવા સાડા ચાર, ચીખલી, જલાલપોર, ચોર્યાસી, ડોલવણ, ધરમપુર, વાલોડમાં ચાર જયારે બાકીના તાલુકામાંઓમાં બેથી ત્રણ ઈંચ પડ્યો છે. મેઘરાજાઍ ગઈકાલે ફરી તોફાની બેટીંગ કરતા નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે. મોટાભાગના વિસ્તારોમાં પાણીથી તરબોળી ઉઠ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાવાની સાથે મસમોટા ખાડાઓ પડી જવાથી તેની હાલત બિસ્માર થઈ છે. વરસાદને કારણે લોકો રીસતરના હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને કયારે વરસાદ બંધ થાય તેની રાહ જાઈ રહ્ના છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ પછી ફરી મેઘરાજાઍ તેના ત્રીજા રાઉન્ડની શરુઆત કરી છે.અને શનિવારે સવારથી શરુ થયેલો ધોધમાર વરસાદ આજેશ્વ સવારે પણ યથાવત રહ્ના છે.શ્વ જેમાં સુરત જિલ્લામાં કામરેજમા ૧૨૭ મી.મી, પલસાણામાં ૧૨૩, બારડોલીમાં ૧૧૫, ચોર્યાસીમાં ૯૪, મહુવામા ૧૧૬, ઉમરપાડામાં ૭૪, સીટીમાં ૫૪ મી.મી પડ્યો છેશ્વ નવસારીમાં ૧૨૦ જલાલપોરમાં ૧૧૦૦, ગણદેવીમ્‌ં ૧૨૩, ચીખથલીમાં ૧૦૯, ખેરગામમાં ૭૩ મી.મી પડ્યો છે. વલસાડ જિલ્લામાં ઘરમપુરમાં ૯૪, કપરાડામાં ૮૨, અને વલસાજમાં ૮૩ મી.મી , તાપી જિલ્લામાં ડોલવણમાં ૧૦૪, વાલોડમાં ૧૦૩ જયારે બાકીના તાલુકાઓમાં બેથી ત્રણ ઈઁચ વરસાદ પડ્યો છે. ચાલુ મોન્સુન દરમિયાન પહેલાવાર સતત બે સ ાહ સુધી ધોધમાર વરસાદ પડ્યો છ.ે જેના કારણે નદીઓ બંને કાઠે વહેવા લાગી છે. કેટલાક ગામડાઓ તેમજ શહેરી વિસ્તારોમાં પાણી ભરાયા છે. સતત પડી રહેલા વરસાદને કારણે લોકો પણ ભારે હાલાકી ભોગવવી રહ્ના છે.

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.