• ભરૂચ શહેર અને જિલ્લા, અંકલેશ્વર, ઝઘડિયા તાલુકાના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડાયા • ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ
(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૩૦
ભરૂચ જિલ્લાની નર્મદા નદીમાં લાખો ક્યુસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ ખાતે ૨૮.૫ ફૂટની સપાટી ને પાર કરી દેતાં ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના ૨૫૦૦ લોકો કરતાં વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે જ્યારે કે ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાનું શરૂ થતાં જ વહીવટી તંત્ર દોડતું થયું છે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ રવિવારના બપોર સુધીમાં ૨૪ ફુટની ભયજનક સપાટી વટાવીને ૨૮.૫ ફૂટે વહેવાનું શરૂ કરતાં ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાઓમાં કે જેઓ નદી કિનારા છે તેવા વિસ્તારોમાં પાણી ભરવાનું શરૂ થયું હતું ભરૂચ શહેરની કસક ઝુપડપટ્ટીમાં પાણી ભરાતા ૫૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તો ભરૂચ તાલુકાના નવા તરીયા બેટમાં ૫૦ લોકો નું પરિવાર પૂરના પાણીમાં ફસાતા એનડીઆરએફની ટીમ દ્વારા તેઓ રેસ્ક્યુ કર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જયારે ભરૂચ જિલ્લામાં ત્રણ તાલુકામાં નર્મદા નદીના પાણી ભરાય તેવી શક્યતાને લઈને આવા કામો કે જેમાં ભરૂચ શહેર નીચાણવાળો વિસ્તાર મંગલેશ્વર ગામ નિકોરા ગામ શુકલતીર્થ ગામ કડાડ બેટ ત્વરા બેટ માંથી કુલ્લે ૧૫૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે ઝઘડિયા તાલુકાના ઓરગામ પોરા જસરાડ જેવા ગામોમાંથી ૨૮૯ લોકો ના પરિવારજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે અંકલેશ્વર તાલુકામાં થી સરફુદ્દીન ગામ ખા લીયા ગામ બોરભાઠા બેટ ગામ જુના હરીપુરા કાસીયા ગામ સક્કરપોર ગામ ગામના લોકો ના ૮૧૨ જેટલા પરિવારજનો ને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જાહેર રાજ્ય મંત્રી ઇશ્વરભાઇ પટેલ દ્વારા તેઓની મુલાકાત લેવામાં આવી હતી અનાપુર અસરગ્રસ્તો માટે જે વ્યવસ્થા થાય તે તાત્કાલિક કરવાની સુચના વહીવટી તંત્રને આપી હતી જ્યારે નર્મદા નદીના કિનારાના ગામોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થશે તેવી ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક થતાં ૮.૧૩ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ તાકીદની બેઠક બોલાવી નર્મદા કિનારાના ભરૂચના ૧૨, અંકલેશ્વરના ૧૪ અને ઝઘડિયાના ૧૩ ગામોના ૧૩૮૭ લોકોનું તાકીદે સ્થળાંતર કરાવ્યું હતું. કલેક્ટરે અધિકારીઓને ગોલ્ડન બ્રિજની સપાટી પર ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. એનડીઆરએફની એક ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. બીજી તરફ તવરા ગામના લોકોને એલર્ટ જાહેર કરતા સ્થાનિકો જ હોડીમાં લોકોને સ્થળાંતર કરી રહ્યા છે. ભરૂચ તાલુકા મામલતદાર પી.ડી પટેલે જણાવ્યું હતું કે, ભરૂચમાં સતત બીજા વર્ષે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે. નદીની ભયજનક સપાટી ૨૪ ફુટની છે. ગામના સરપંચ નિલેશ વસાવાએ જણાવ્યુ કે, શુક્લતીર્થ ગામ સુધી હાલની દ્રષ્ટિએ પાણી ભરાવાની શક્યતા ઘણી ઓછી છે પરુંત નદીકાંઠાના ખેતરોમાં નુકશાન થઇ શકે છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી મોડિયાએ જણાવ્યું કે, જળ સપાટી વધવાથી ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચના ગામોને એલર્ટ કરાયા છે. એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાયમાં મૂકી છે. ગામોમાં પાણી ભરાયા હોય તો મદદ માટે ૦૨૬૪૨-૨૪૨૩૦૦ કંટ્રોલરૂમ નંબર જાહેર કરાયો છે. કડાણા ડેમમાંથી હાલ ૪.૨૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે તેને ૬ લાખ સુધી કરવામાં આવનાર છે. જેથી ખોડીયાર, હાદોડ અને આંત્રોલી બ્રિજ બંધ કરવામાં આવેલો છે. તમામને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે. નર્મદાની જળ સપાટી વધતા ભરૂચ તાલુકાના તવરા અને નિકોરા ગામના લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. નદીની બીજી તરફ રહેતા ૮૦ જેટલા નિકોરા ગામના વતનીઓને જળ સપાટી ઓછી ન થાય ત્યાં સુધી તેમને ગામમાં જ રાખ્યા છે. નવા તવરા ગામના ૨૫૦ જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા છે. સરપંચ જગદીશ પટેલે જણાવ્યુ હતુ કે, નિકોરા ગામના લોકો કાયમી પશુપાલન કરે છે તેથી તેઓ ઢોર-ઢાંકર સાથે જ રહે છે. અહીં માછીમારી અને પશુપાલન સાથે સંકળાયેલા ૩૦૦થી વધુ લોકો રહે છે. હાલ તેમને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઇ છે.