એન શ્રીનિવાસને કહ્યું કે, રૈનાને હોટલ રૂમમાં બાલ્કની ન હોવાના કારણેIPL છોડ્યું, તેને સફળતા માથે ચઢી ગઈ
નવી દિલ્હી, તા.૩૧
સુરેશ રૈનાનું આઈપીએલ ૨૦૨૦ની સમગ્ર સીઝનમાંથી બહાર થવાનું કારણ તેનો પારિવારિક મુદ્દો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. માનવામાં આવી રહ્યું હતું કે તેની દીકરી ગ્રેસી, દીકરો રિયો અને પત્ની પ્રિયંકાના સ્વાસ્થ્યની તેને ચિંતા હતી તેથી રૈનાએ સમગ્ર આઈપીએલ ૨૦૨૦ શરૂ થતા પહેલા જ છોડી દીધું અને તે દુબઈથી દિલ્હી પરત ફર્યો. પરંતુ આ દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સના માલિક એન શ્રીનિવાસને સુરેશ રૈના મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એન શ્રીનિવાસને આરોપ લગાવ્યો છે કે સુરેશ રૈના કોઈ પારિવારિક વિવાદના કારણે નહીં પરંતુ મરજી મુજબનો હોટલ રૂમ નહીં કરવાના કારણે આઈપીએલ છોડીને ગયો છે. સીએસકેના માલિક શ્રીનિવાસે વાતચીત કરી છે. સુરેશ રૈનાએ મરજી મુજબ હોટલ રૂમ ન મળવાના કારણે આઈપીએલ છોડ્યું છે. દુબઈમાં સુરેશ રૈનાના હોટલ રૂમમાં બાલ્કની નહોતી. જ્યારે ધોનીના રૂમમાં બાલ્કની હતી. સુરેશ રૈના બિલકુલ ધોની જેવો રુમ પોતાના પરિવાર માટે ઈચ્છતો હતો પરંતુ જ્યારે આવું ન થયું તો તેણે ગુસ્સામાં આવીને ટીમને છોડી દીધી અને દુબઈથી દિલ્હી આવી ગયો. અહેવાલ મુજબ, સુરેશ રૈના અને ધોનીની વચ્ચે પણ વિવાદ થયો અને ત્યારબાદ ટીમના માલિક શ્રીનિવાસને આ મુદ્દા પર કેપ્ટન સાથે ચર્ચા પણ કરી. સુરેશ રૈના મામલે ટીમ તરફથી કોઈ અધિકૃત નિવેદન સામે નથી આવ્યું પરંતુ રિપોર્ટ મુજબ રૈના દુબઈ પહોંચ્યા બાદથી જ પોતાના હોટલ રૂમથી નિરાશ હતો. રૈના બાયો બબલ અને ક્વૉરન્ટીનના કડક નિયમોને કારણે ધોની જેવો રૂમ ઈચ્છતો હતો. રૈનાને એવો રૂમ જોઈતો હતો જેમાં મોટી બાલ્કની હોય. ધોનીએ સુરૈશ રૈના સાથે વાત કરી પરંતુ તે શાંત ન કરી શક્યો અને ત્યારબાદ સ્થિતિ બેકાબૂ થઈ ગઈ હતી.