(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૩૧
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજરોજ તત્કાલીન કોરોનામાં દુઃખદ અવસાન પામ્યા છે. તા.૨૩ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલના આગ્રહથી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટીટ્યુટ તેમજ ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આરોગ્ય લક્ષી સેવાઓનું ઉદ્ઘાટન કરાયું હતું. તેમજ ગત યુપીએ સરકારમાં તેઓ નાણામંત્રી હતા. ત્યારે અહમદભાઈ પટેલના પ્રયાસોથી ૪૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે આવેલ નર્મદા નદી પર કેબલ બ્રિજ મંજૂર કરાવવામાં પ્રણવ મુખરજીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે જે અભિનંદનને પાત્ર છે. ભરૂચ જિલ્લામાં તેમના થકી કરાયેલા કામોથી લોકોને રાહતની લાગણી અનુભવી રહ્યા છે.