(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૧
ભરૂચ શહેરની અનેક વિવિધ શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ હફીઝ શેખની ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડના ગુજરાત વકફ ખાતે રાજ્ય કક્ષાના પ્રમુખ તરીકે વરણી કરતા સામાજિક અને શેક્ષણિક સંસ્થમઓમાં ખુશીની લાગપી વ્યાપી જવા પામી છે. દિલ્હી ખાતે યોજાયેલ સમારોહમાં ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડના સદર શાહી ઈમામ મૌલાના નિયાઝ અહમદ ઑલ ઈન્ડિયા સેક્રેટરી અલ્લમા બુનાઈ હંસની દ્વારા હફીઝ શેખની નિમણૂંક કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.