મધુરમ સર્કલ નજીક ત્રણ જણાએ હુમલો કરી ડઝન જેટલા ઘા મારી પતાવી નાંખ્યો
(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧
સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલ નજીક સોમવારની રાત્રે પલ્સર ચાલક બૂટલેગર પર ત્રણ જણાએ જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક બૂટલેગર ભાણીયાના જન્મદિવસની ઉજવણીમાં જતો હતો. તે દરમિયાન તેની હત્યા થઈ હતી.
ડીંડોલી અજની નંદનમાં રહેતો ૩૨ વર્ષિય અજય અરુણભાઈ પટેલ નામનો બુટલેગર મધરાત્રે ભાણીયાના જન્મદિવસની ઉજવણી માટે ડીંડોલીની સાઈ રેવન્યુમાં રહેતા બનેવી નિતેશ રાઠોડેના ઘરે જઇ રહયો હતો. ત્યારે ડીંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલ નજીક ધીરજ વાણી, અમોલ બારી અને વાલ્મિકી ઉર્ફે ગાવડીએ અજલો ઉર્ફે અજય અર્ફે અરુણ પટેલ આંતરી લીધો હતો. ત્યારબાદ અજય ઉપર ત્રણેય જણા તીક્ષ્ણ હથિયાર વડે તુટી પડી ઉપરા છાપરી ગળા, અને છાતીના ભાગે ૧૦થી ૧૨ ઝીંકી ભાગી છુટયા હતા. આ હુમલા બાદ અજલો ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે તબીબોએ અજલાને મૃત જાહેર કર્યો હતો.આ મામલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ બનાવ અંગેમૃતકના સાળા નિતેશે જણાવ્યું હતું કે,સોમવારે મારા દીકરાનો જન્મદિવસ હતો એટલે મારા ઘરેથી સતત ફોન આવી રહ્ના હતા. અજય પણ ઉજવણીમાં આવી રહ્ના હતો. જેને લઈ હું સોસાયટીમાં પ્રવેશ કરતી વખતે ધીરજ અને એના ત્રણ મિત્રો અજયને શોધી રહ્ના હતા. જોકે અજય સાંઈ રેવન્યુમાં ન મળતા તેઓ ત્યાંથી નીકળીને ૫૦૦ મીટર દૂર મધુરમ સર્કલ પાસે જ પલ્સર પર જતા અજય અરુણભાઈ પટેલને આંતરી ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા. રોડ ઉપર લોહીના ખાબોચિયામાં પડેલા અજયને જોઈ નિતેશ કાર લઈ દોડી ગયો હતા.ે ઇજાગ્રસ્ત અજયને ગાડીમાં નાખી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાથી અજયને બીજી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ અપાઈ હતી. એમ એક પછી એક ત્રણ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં લગભગ ૩૫-૪૫ મિનિટનો સમય નીકળી ગયો હતો. ત્યારનાદ ત્રીજી ખાનગી હોસ્પિટલમાં અજયને મૃત જાહેર કરાયો હતો.વધુમાં કહ્નાં હતું કે, અજયને ગળા, છાતી અને પીઠ પર ૧૦-૧૨ જેટલા તિક્ષ્ણ હથિયાર વડે ઘા મરાયા હતા. અજયને બે સંતાન એક છોકરો અને એક છોકરી છે. ઘટનાની જાણ બાદ પોલીસ પણ દોડી આવી હતી. હાલ હુમલાખોર તમામ ફરાર હોવાનું જાણવા મળી રહ્નાં છે. પોલીસે તમામના નિવેદન લીધા છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી રહ્ના હોવાનું પોલીસ જણાવી રહી છે.