Site icon Gujarat Today

LAC પર ગંભીર સ્થિતિ, ભારતીય સેના ખડેપગે : આર્મી ચીફ

 

LAC પર સ્થિતિ હજુ ગંભીર છે અને ભારતીય સેના તેને સંભાળવા માટે તમામ સાવચેતીના પગલાં ભરી રહી છે, જવાનોનું મનોબળ ઊંચું છે અને તેઓ કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે : નરવણે
ભારતીય સેનાએ તાજેતરમાં કબજે કરેલા સ્થાનો પેેંગોંગ ત્સોના રાચિન લા અને રેઝાન લાની મુલાકાત લઇ જવાનોનો
ઉત્સાહ વધાર્યો, લેહ અને લદ્દાખના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઇને સેનાની તૈયારીની સમીક્ષા કરી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ ખાતેની ન્છઝ્ર પર તંગદિલી વચ્ચે સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણેએ શુક્રવારે લેહની મુલાકાત લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે, ન્છઝ્ર પર છેલ્લા ત્રણ મહીનાથી સ્થિતિ ખરાબ છે, પરંતુ જવાનોનો મનોબળ વધ્યો છે અને તે કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, ન્છઝ્ર પર જે હાલાત છે તે નાજુક અને ગંભીર છે, પરંતુ અમે સતત તેના વિશે વિચાર કરી રહ્યા છીએ. સુરક્ષા માટે અમે અમુક પગલાઓ પણ ભર્યા છે. મને આશા છે કે, આપણે જે તૈનાતી કરી છે, તેઓ આપણી સુરક્ષા કાયમ રાખશે. ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ આ સમયે લદ્દાખના પ્રવાસે છે અને ત્યાં પર સેનાની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા છે. સેના પ્રમુખે કહ્યું કે, ભારતીય સેના અધિકારી અને સૈનિક સમગ્ર દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે અને માત્ર સેનાને જ નહીં પરંતુ દેશને પણ ગર્વ થશે. સેના પ્રમુખે કહ્યું કે, છેલ્લા ૨-૩ મહીનાથી તણાવ વધ્યો છે, પરંતુ અમે સૈનિકો અને રાજકીય સ્તર પર સતત ચીનની સાથે વાત કરી રહ્યા છીએ.
સેના પ્રમુખે કહ્યું કે, ચીનની સાથે સૈનિક અને રાજકીય સ્તરની વાતચીત શરૂ છે અને આગળ પણ ચાલતી રહેશે. વધુમાં જણાવીએ તો આર્મી ચીફ નરવાણેએ પૂર્વી લદ્દાખ વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ પર સમીક્ષા કરી હતી. તેમનો આ પ્રવાસ પેંગોંગ નદીના દક્ષિણી તટીય વિસ્તારની આસપાસ સ્થિતિને બદલવાના ચીનની નવી રીતના થોડા દિવસો બાદનો છે. સેન્ય સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, લદ્દાખના બે દિવસીય પ્રવાસના પહેલા દિવસે નરવણેએ ક્ષેત્રમાં બનતી સ્થિતિ પર શીર્ષ કમાન્ડરો સાથે બેઠક કરી હતી. તેમણે કોઇ પણ અપ્રિય સ્થિતિ બનવા પર તેને કઇ રીતે કાબુમાં લેવી અને ભારતની સંપૂર્ણ લડાકુ તૈયારીઓનું પણ આકલન કર્યું હતું. સેના પ્રમુખના એક પ્રમુખ અગ્રિમ ક્ષેત્રનો પણ પ્રવાસ કર્યો જ્યાં તેમણે મોટી સંખ્યામાં સૈનિકો સાથે વાતચીત કરી હતી. ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. તો બંને દેશોના લશ્કરી પ્રતિનિધિઓ તણાવ ઘટાડવા માટે વાતચીત કરી રહ્યા છે. તાજેતરમાં જ ચીને પેંગોંગ ત્સોમાં યથાસ્થિતિને બદલતા ઉશ્કેરણીજનક ઘુસણખોરી કરી હતી, ત્યારબાદ ભારતીય સૈનિકોએ પણ કાર્યવાહી કરી હતી. આ પહેલા ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે ચીનની સેનાના સૈનિકોએ પેગોેંગ સરોવરના દક્ષિણી પર્વત પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાના જવાનોએ ચીનના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ ચીનના સૈનિકોએ ૧ સપ્ટેમ્બરે પણ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પણ ચીનની સેના ત્યારે પણ નિષ્ફળ રહી હતી. આ દરમિયાન ભારતીય સેનાએ વિવાદિત ક્ષેત્ર પર કબજો કરી પોતાનો દબદબો બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરૂવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ કોન્કલેવને સંબોધિ કરતા કહ્યું હતું કે, દેશ માટે એક સાથે બે મોરચે ચીન અને પાકિસ્તાન તરફથી જોખમ ઊભું થઇ શકે છે. જોકે, ભારતીય સેના આવી સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

Exit mobile version