Site icon Gujarat Today

૫ાલનપુરના યુવાનોએ ફાળો એકત્ર કરી બ્રેઈન ટ્યુમરથી પીડાતી દીકરીનો જીવ બચાવ્યો

 

પાલનપુર, તા.૮
અંબાજી અને હાલ ડીસા ખાતે રહેતા ઠાકોર પરિવારની દીકરી બ્રેઇન ટ્યુમરની બિમારીથી પીડાતી હતી. જોકે, આર્થિક સંકડામણ હોઈ ઓપરેશન કરી શકતા ન હતા. ત્યારે પાલનપુરના સેવાભાવી યુવાનોએ સોશિયલ મીડીયાના સદુપયોગ થકી ફાળો એકત્ર કરી દીકરીનો જીવ બચાવ્યો છે.
અંબાજીના વતની અને હાલ ડીસા ખાતે રહેતી ઠાકોર પરિવારની દીકરી છેલ્લા ૧૫ દિવસ થી પાલનપુર શહેરમાં આવેલ માવજત હોસ્પિટલ ખાતે દાખલ હતી. જે દીકરીબ્રેઇન ટ્યુમરની બીમારીથી પીડાતી હતી. અને ઓપરેશન કરવાનું હતું. પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જેને લઈ છેલ્લા ૧૫ દિવસનું હોસ્પિટલનું બિલ અને દવાનું બિલ બાકી હતું. અને ઓપરેશનનો ખર્ચ પણ ઉઠાવી શકે એમ ન હતો. અને જો ઓપરેશન સમયસર ન થાય તો દીકરીનો જીવ જોખમ માં મુકાય એમ હતો. ત્યારે આ વાતની જાણ પાલનપુરના સેવાભાવી યુવાનો સાગર જાની, રવિ સોની અને દેવેન્દ્ર આચાર્યને થતા તેમણે માવજત હોસ્પિટલના ડોકટર સાથે સંપર્ક કરી અને દીકરીના ઓપરેશનનો તમામ ખર્ચ ઉપાડવાની ખાત્રી આપી અને ઓપરેશન કરવાનું કહ્યું હતું. ત્યારબાદ આ સેવાભાવી યુવાનોએ પોતાના ફેસબુક એકાઉન્ટ માંથી લાઈવ થઈ ને દીકરી નો જીવ બચાવવા માટે એક પહેલ કરી અને જોતજોતામાં માત્ર બે દિવસમાં જ દીકરીના ઓપરેશન નો ખર્ચ એકઠો કરી અને દીકરી નો જીવ બચાવી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ ઉપરાંત દીકરીના પરિવારને આ યુવાનો દ્વારા રોજેરોજ ફ્રૂટ, દૂધ જેવી ચીજવસ્તુઓ તેમજ ઓપરેશનો ખર્ચ ચૂકવ્યા બાદ નાણાં વધશે તો એ નાણાં માંથી પરિવાર ને રાશન કીટ આપવાનું નક્કી કર્યું છે.

Exit mobile version