મેઘરજ/ મોડાસા, તા.૮
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સતત પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ બની રહી છે છેલ્લા ૪૮ કલાકમાં વધુ ૫ લોકો પાણીમાં ગરકાવ થવાથી મોત નિપજતા ભારે ચકચાર મચી છે. ઇડર તાલુકાના ભાદરડી ગામના યુવકની લાશ ભિલોડાના ચોરીમાલા ગામ નજીક પસારથતી હાથમતી નદીમાંથી મળી આવી હતી. હિંમતનગર મોતીપુરા કેનાલમાં ડૂબી જતા અને હરસોલ ગામ નજીક અન્ય એક શખ્શનું ડૂબી જતા મોત નીપજ્યું હતું.
મેઘરજ નગરની વાત્રક નદીના ચેકડેમ પરથી પગ લપસી જતાં પહાડીયા રેલ્યો ગામનો ૩૬ વર્ષીય યુવક નદીના પાણીમાં ગરકાવ થયાના ચોથા દીવસે ગાંધીનગરની એન ડી આર એફ ટીમને કમલેશ સોમાભાઈ રાવળની લાશ મળી આવતા સતત ચાર દિવસથી ખડેપગે ઉભેલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો મેઘરજ પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી માલપુર તાલુકાના પીપરાણા ગામે ખેતરમાં ઉભા પાકને બચાવવા રખેવાળી કરવા ગયેલા ચમાર જેઠાભાઇ હીરાભાઈ નો મૃતદેહ કુવામાંથી મળી આવતા ચકચાર મચી હતી મૃતક ખેડૂત ખેતરના ઉભા પાક પર ત્રાટકેલ નીલ ગાયના ટોળાને ભગાડવા જતા અકસ્માતે કુવામાં ખાબકતા મોત નીપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી માલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક ખેડૂતની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.