Site icon Gujarat Today

POKમાં ચીન ભારતીય સરહદની વધુ નજીક આવી નવો મોરચો ખોલી રહ્યું છે

 

(એજન્સી) તા.૮
ચીને જાણે ભારતને ચારેબાજુઓથી ભીંસમાં લેવાનો નિર્ણય કર્યો હોત તેમ તેણે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (POK)ને અડતી ભારતીય સરહદની ખુબ જ નજીક આવી જઇને ભારત વિરુદ્ધ નવો એક મોચરો ખોલી દીધો છ. આ વિસ્તારમાં ચીને દાઇમર-ભાષા નામના બંધનું નિર્ણાણ કાર્ય શરૂ કરી દીધું છે. ભારતે આ બંધના બાંધાકમ સામે જે રીતે આક્રમક વિરોધ નોંધાવ્યો છે તે જોતા એમ લાગી રહ્યું છે કે ચીને લદાખ બાદ ભારત સામે ર્ઁંદ્ભમાં નવો એક મોચરો ખોલી દીધો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગત ૧૫ જુલાઇ, ૨૦૨૦ના રોજ આ અબજો ડોલરના દાઇમર-ભાષા બંધના પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. આ બંધના નિર્માણ કાર્ય માટે પાકિસ્તાનના લશ્કરની કોમર્સિયલ એજન્સી અને ચીન સરકારની માલિકીની કંપની વચ્ચે ૪૪૨ અબજ ડોલરના સંયુક્ત સમજૂતી કરાર થયા હતા. ચીન સરકારની માલિકીની ચાઇના પાવર કંપની આ પ્રોજેક્ટમાં ૭૦ ટકા હિસ્સો ધરાવશે જ્યારે ફ્રન્ટિયર વર્ક ઓર્ગેનાઇઝેશન નામની પાકિસ્તાની લશ્કરની કોમર્સસિયલ એજન્સી ૩૦ ટકા હિસ્સો ધરાવશે.
પાકિસ્તાનની કાઉન્સિલ ઓફ કોમન ઇન્ટરેસ્ટે ૨૦૧૦ની સાલમાં જ આ બંધના નિર્માણકાર્યને મંજૂરી આપી દીધી હતી. જો કે ભારતે આ બંધના નિર્માણકાર્ય સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો તેથી આ પ્રોજેક્ટની સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રિય ધિરાણ એજન્સીઓએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો હતો તેથી આ પ્રોજેક્ટના અમલમાં વિલંબ થયો હતો. છેવટે પાકિસ્તાને આ કોન્ટ્રાક્ટ ચીનને આપી દીધો હતો જે આ પ્રોજેક્ટ અંતર્ગત મુખ્ય બંધ, ડાયવર્ઝન સિસ્ટમ, એક વિશાળ પૂલ અને ૨૧ મેગાવોટનો તેંજિર હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ઉભો કરશે. ૨૦૨૮ની સાલ સુધીમાં જેનું સંપૂર્ણ નિર્માણકાર્ય પૂર્ણ થઇ જવાની આશા છે તે દાઇમર-ભાસા બંધની પાણીનો સંગ્રહ કરવાની શ્રમતા ૮૧ લાખ એકર ફૂટની રહેશે અને ૪૫૦૦ મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા રહેશે. પાકિસ્તાનના ૧૪૦૬.૫ અબજ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ બંધના કારણે ૧૬૦૦૦ નવી નોકરીઓ પેદા થશે. આ બંધની ઉંચાઇ ૨૭૨ મિટર રાખી હોવાથી તે જ્યારે તૈયાર થઇ જશે ત્યારે તે વિશ્વનો સૌથી ઉંચો બંધ બની જશે, અને પાકિસ્તાનમાં ત્રીજો મોટો બંધ બનશે, યાદ રહે કે પાકિસ્તાનમાં મંગલા બંધ અ તરબેલા બંધ હાલ સૌથી ઉંચા બંધ ગણાય છે.

Exit mobile version