(એજન્સી) તા.૮
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ વેપાર કરવાની સુગમતા (ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ)ની રેન્કિંગમાં ઉત્તરપ્રદેશના લાંબો કૂદકો મારવાની જમીનમાં મંગળવારે દાવો કર્યો કે, ભાજપ સરકાર હેઠળ રાજ્યમાં માત્ર ઈઝ ઓફ ડુઈંગ ક્રાઈમ અને ઈઝ ઓફ ડુઈંગ કૌભાંડ છે.
તેમણે ટિ્વટ કર્યું ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ પર યુપી સરકારનું પોતાની પીઠ થાબડવી એવું જ છે જેમ કે ગુમ થયેલા સંમતિપત્રોના બળે રોકાણ કરવું. રાજ્યમાં ઉદ્યોગ ધંધા બંધ થઈ રહ્યા છે. ફેકટરીઓમાં તાળા લાગ્યા છે વણકરો ચરખા વેચી રહ્યા છે.
કોંગ્રેસના ઉત્તરપ્રદેશ પ્રભારીએ દાવો કર્યો કે વાસ્તવિકતામાં આ માત્ર ઈઝ ઓફ ડુઈંગ ક્રાઈમ અને ઈઝ ઓફ ડુઈંગ કૌભાંડ છે.
ઉલ્લેખનીય છે કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગત શનિવારે રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની રેન્કિંગ જારી કરી છે. રેન્કિંગમાં ઉત્તરપ્રદેશ ૧૦માં સ્થાનથી કૂદીને બીજા સ્થાને પહોંચ્યું છે. તેલંગાણા બીજા સ્થાનેથી ખસકીને ત્રીજા સ્થાને પહોંચી ગયું. આંધ્રપ્રદેશ આ વર્ષે પ્રથમ સ્થાને છે.