(સ્વાદદાતા દ્વારા)
.ભરૂચ, તા.૧૧
ભરૂચ મૂળ નિવાસી સંધ દ્વારા બાળકોનાં ઓનલાઈન આર.ટી.ઇ. પ્રવેશ અંગે અગ્ર સચિવ (શિક્ષણ) ગાંધીનગરને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોના કાળમાં સરકાર તરફથી બાળકોનાં શિક્ષણ અંગેનાં ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાંક બાળકોનાં ફોર્મ અંગે યોગ્ય ચકાસણી કરી જે તે ક્ષતિઓ સુધારવા અંગે કચેરી તરફથી યોગ્ય સમય આપવામાં આવ્યો નથી. જો યોગ્ય સમય વાલીઓને આપવામાં આવ્યો હોત તો ફોર્મમાં રહેલ ક્ષતિઓ દૂર કરી શકાત. કોરોના કાળના સમયનાં કારણે ક્ષતિઓની પૂર્તતા ન થતાં ફોર્મ રદબાતલ થયેલ છે. ગરીબ પ્રજા કે જેમની પાસે નવી ટેકનોલોજી નથી તેમજ આર્થિક બાબતે પણ ક્ષમતા નથી આવી પરિસ્થિતિમાં યોગ્ય સમય મર્યાદામાં દસ્તાવેજ લાવી શકયા નથી સુધારા અંગેના દસ્તાવેજ માંગવામાં આવે છે તે યોગ્ય નથી. આ અંગે પૂરતો સમય આપવા વિનંતી કરવામાં આવી છે અને તેથી આર.ટી.ઇ. ની તારીખ લંબાવી આપવા મૂળ નિવાસી સંધનાં ઉપાધ્યક્ષ દ્વારા વિનંતી કરવામાં આવી છે.