(એજન્સી) તા.૧૧
પેલેસ્ટીનના વિદેશી બાબતોના મંત્રી, રિયાદ અલ-મલિકીએ અરબ દેશોને ઈઝરાયેલ-યુએઈ સામાન્યીકરણ સંધિને નકારી કાઢવા હાકલ કરી હતી. અલ માલિકીએ વિદેશી બાબતોના મંત્રીઓ માટેની અરબ લીગની બેઠક દરમ્યાન જણાવ્યું હતું કે, અમે યુએઈ-ઈઝરાયેલ સામાન્યીકરણ કરારનો સ્વીકાર કરીએ છીએ અને અમને આશા છે કે તમારૂં પણ આ જ વલણ રહેશે. કબજાવાળો પ્રદેશ અને અમેરિકી વહીવટી તંત્ર જે કરી રહ્યું છે તે અમારા માટે પૂરતું નથી. અલ મલિકીએ આ સંધિને એક ભૂકંપ સાથે સરખાવ્યો હતો જે અરબ દેશોના વલણને ફટકારી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું કે, અમે અમેરિકા-યુએઈ-ઈઝરાયેલની ત્રિપક્ષી જાહેરાત કરારને એક ભૂકંપ તરીકે માનીએ છીએ. અરબો દ્વારા સમર્થન મેળવવાના બદલે, અમે અમને અમારા કાજનો એકલા બચાવ કરવાની પરિસ્થિતિમાં જણાઈએ છીએ. અલ-માલિકીએ સ્પષ્ટતા કરી કે પેલેસ્ટીને સામાન્યીકરણ કરાર વિશે ચર્ચા કરવા માટે એક તાત્કાલિક બેઠક યોજવાની માંગણી કરી હતી. જો કે, એક સાથી અરબ દેશે ઈન્કાર કર્યો હતો. પેલેસ્ટીની અધિકારીએ તે દેશના નામનું વર્ણન કર્યું ન હતું. પણ મીડિયા અનુમાન બહેરીન તે દેશ છે જેણે સામાન્યીકરણ શાંતિ કરારની જાહેરાત કરાયા પછી તાત્કાલિક બેઠક યોજવાના પેલેસ્ટીની પ્રસ્તાવ પર વાંધો ઉઠાવ્યો હતો. અલ મલિકીએ તે અરબ દેશોનો આભાર માન્યો હતો જેમણે અમેરિકન વિદેશી બાબતોના સચિવ દ્વારા બ્લેકમેલ થવાનો ઈન્કાર કર્યો હતો. અને તે અરબ દેશોની ટીકા કરી હતી. જેમણે પેલેસ્ટીન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓનું પાલન કર્યું ન હતું.