Site icon Gujarat Today

ઈરાક, સઉદી અરબ, ઓમાનમાં કોરોના જોખમકારક સ્તરે

 

(એજન્સી) તા.૧૨
ઈરાક, સઉદી અરબ, લીબિયા અને ઓમાનમાં આરોગ્ય અધિકારીઓએ ગુરૂવારે કોરોનાના કારણે વધુ મૃત્યુનું સમર્થન કર્યું છે. ઈરાકી આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે મહામારીથી વધુ ૮ર લોકોના મૃત્યુ થયા છે. જેનાથી દેશની સંખ્યા ૭,૮૧૪ થઈ ગઈ છે. પાછલા ર૪ કલાકમાં ૪,પ૯૭ નવા કેસ સામે આવતા કુલ સંખ્યા ર,૭૮,૪૧૮ સુધી પહોંચી ગઈ છે. વધુ ર૪ દર્દી રોગથી પીડિત હોવાની સાથે મૃતકોની સંખ્યા ૪,૧૮૯ સુધી પહોંચી ગઈ છે, જયારે લગભગ ૩૦૦૦૦૦ સ્વસ્થ થયા છે. ગલ્ફ અરબ દેશે પાછલા ર૪ કલાકમાં ૭૦૮ વધુ પીડિત નોંધાતા કુલ સંખ્યા વધીને ૩,ર૩,૭ર૦ થઈ ગઈ છે. લીબિયાના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલે એક નિવેદનમાં જણાવ્યું કે કોરોનાથી વધુ ૧પ લોકોના મોત થયા છે અને અન્ય ૪૭૭ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દેશમાં કેસ વધીને ર૦,૯૩૯ થઈ ગયા છે, જેમાં ૩૩૯ મૃત્યુ અને ર૪ર૦ લોકો સ્વસ્થ થયા છે. ઓમાનમાં આરોગ્ય મંત્રાલયે ૩૯૮ પીડિતો અને ર૧૦ સ્વસ્થ થવાની સાથે ૧૧ વધુ મોત નોંધાયા છે. કુવૈતમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે મહામારીથી વધુ ચાર લોકોનાં મોત થયા છે જેનાથી દેશમાં પપ૬ મૃત્યુ થયા છે. કતારમાં વધુ ર૦૬ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, જેમાં ર૦પ મૃત્યુ અને ૧,૧૭,૯૭૮ રિકવરી સહિત કુલ કેસ ૧ર,૧,૦પર થઈ ગયા છે. અમેરિકા, ભારત અને બ્રાઝિલ આ સમયે સૌથી વધુ પ્રભાવિત દેશ છે.

Exit mobile version