(એજન્સી) તા.૧ર
ઓછામાં ઓછા ૩.૭૦ કરોડ લોકોને યુએસના આતંક સામેના યુદ્ધમાં સ્થળાંતર કરવું પડ્યું. એક અધ્યયનના અંતે આ અહેવાલ બહાર આવ્યો. એક ખરાબ અહેવાલમાં બધી વિગતો જમા કરાઈ છે. જેમાં પશ્ચિમના દેશો યુદ્ધગ્રસ્ત દેશોના શરણાર્થીઓના ધસારો સાથે ઝઝૂમી રહ્યા છે. બ્રાઉન યુનિ.ના યુદ્ધ પ્રોજેક્ટની કિંમત ઉપર લખાયેલા પુસ્તક, ક્રિએટિંગ રેફ્યુઝી, ડિસ્પલેસમેન્ટ કોસ્ડ બાય ધ યુનાઈટેડ સ્ટેટસ પોસ્ટ ૯/૧૧ વોર્સ દર્શાવે છે કે વિશ્વ યુદ્ધ-ર સિવાય ૧૯૦૦થી અત્યાર સુધી થયેલા યુદ્ધ દ્વારા સ્થાપિત થયેલા લોકોની સરખામણીમાં આ યુદ્ધમાં શરણાર્થીઓની સંખ્યા વધારે છે. આતંક સામેના બે દાયકાના લાંબા સમયના યુદ્ધની વિનાશક અસરને પ્રકાશિત કરતા આ અભ્યાસમાંથી તારણ કઢાયું છે કે ૩૭ મિલિયન શરણાર્થીઓ ખૂબ જ રૂઢિચુસ્ત અંદાજો છે. વાસ્તવિક આંકડો પ૯ મિલિયન જેટલો હોઈ શકે. આ અહેવાલમાં તે લોકોની સંખ્યાનો હિસાબ છે. જે મોટા ભાગે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સોમાલિયા, ફિલિપાઈન્સ, મધ્ય-પૂર્વ જેવા દેશોના નાગરિકો છે જે વિસ્થાપિત થયા છે. મધ્ય-પૂર્વના દેશોમાંથી શરણાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે. જેમાં ઈરાકમાંથી ૯.ર મિલિયન વિસ્થાપિત થયા છે. યુએસએ ર૦૦૩માં આ અરબ દેશ ઉપર આક્રમણ કર્યું હતું જે શરણાર્થી સંકટ માટેનું મુખ્ય ઉત્પ્રેરક છે. જ્યારથી બુશના વહીવટી તંત્રએ આતંક સામેના વૈશ્વિક યુદ્ધની શરૂઆત કરી હતી. ત્યારથી યુએસ લશ્કરે સતત બે દાયકાઓ સુધી ર૪ જેટલા દેશોમાં યુદ્ધ કર્યું છે. આ અહેવાલમાં આ પણ દાવો કરાયો છે કે અમેરિકન યુદ્ધના કારણે વિસ્થાપિત થયેલા લોકોની કુલ વાસ્તવિક સંખ્યાનો હિસાબ કોઈની પાસે નથી. હાલના અહેવાલો ફકત સ્નેશપોટસ છે જે યુએસ યુદ્ધમાં પીડિતોના વાસ્તવિક આંકડા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે. યુએસ અથવા તેના પશ્ચિમી ભાગીદાર દેશોએ ર૦૦૧થી તેમના યુદ્ધના કારણે શરણાર્થીઓને સમાવવા માટે કોઈ યોજના અથવા કાર્યક્રમનો આરંભ કર્યો નથી.