પાલનપુર, તા.૧૪
ગત ૮ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ આરોગ્ય વિભાગના સહયોગથી મજલિસ એ દાવતુલ હકક અને પાલનપુર મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સંચાલિત પાલનપુર કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવેલ જેમાં આરોગ્ય વિભાગ દ્વારા એક મહિના માટે નિમાયેલા કર્મચારીઓની સમય મર્યાદા પૂરી થતાં તેમની સેવા અને સરાહનીય કામગીરી માટે કોરોના વોરિયર તરીકે સર્ટિફિકેટ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. મજલિસ એ દાવતુલ હકક અને પાલનપુર મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સંચાલિત આ કોવિડ હોસ્પિટલમાં આજદિન સુધી ૧૦૦ ઉપરાંત કોરાના સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓને સારવાર આપવામાં આવી, જેમાં કોઈ પણ પ્રકારના ચાર્જ વિના બેડ, ઓક્સિજન, જરૂરી દવાઓ, લેબોરેટરી ટેસ્ટ, એમ્બ્યુલન્સ સેવા, ફિઝીશિયન ડૉકટરની વિઝીટ, ૨૪ કલાક ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફની દેખરેખ જેવી સેવાઓ ઉપરાંત સવાર-સાંજ પોષ્ટિક નાસ્તો, સાત્વિક ભોજન પણ આપવામાં આવે છે.