Site icon Gujarat Today

કોરોનાના પ્રકોપના સમાચારો વચ્ચે લેબેનોનની સૌથી મોટી જેલની બહાર કેદીઓના પરિવારે રેલી યોજી

 

(એજન્સી) તા.ર૩
રશિયા ટુડેએ પોતાની અરબી વેબસાઈટ પર જણાવ્યું કે, સુવિધાની અંદર કોરોનાના પ્રસારના વિરોધમાં કેદીઓના પરિવારોએ લેબનોનની સૌથી મોટી જેલની બહાર રેલી કરી.
પ્રદર્શનકારીઓએ રોમીર જેલની બહાર જાણકરીને ટ્રાફિક અવરોધ્યો. લેબેનોની કાર્યકર્તાઓએ રમખાણ કેદીઓના સોશિયલ મીડિયા વીડિયો પ્રસારિત કર્યા જે કેટલાક કેદીઓ અને સુરક્ષા કર્મચારીઓની વચ્ચે કોરોના વાયરસ ઈન્ફેકશનની જાણ થતા નારાજ છે અને તેઓ રોમીહના કેદીઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે.
એક વીડિયોમાં કેદી લેબેનોનની તમામ જેલોમાં રૂમીહનું સમર્થન કરવા માટે સ્ટેન્ડબાય પર હોવાનું આહ્‌વાન કરે છે. તેમણે ચેતવણી આપી કે, અમે જેલોને ખોલીશું અને તેને તોડી દઈશું.

Exit mobile version