(સંવાદદાતા દ્વારા) સિદ્ધપુર, તા.૫
આજ રોજ સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. કુ.મનીષા વાલ્મિકી રહે. હાથરસ(ઉ.પ્ર.)નું અપહરણ કરી ગેંગરેપ તેમજ અનુસૂચિત જાતિ સમાજની દીકરી સાથે ઘટેલી આ બર્બતા પૂર્ણ ઘટના બાદ તાત્કાલિક ધોરણે એફ.આર.આઇ દાખલ ન કરનારા પોલીસ અધિકારીઓ, મીડિયામાં ખોટા નિવેદનો આપનાર તેમજ દીકરીના મૃત્યુબાદ પરિવાર સાથે જોર જબરજસ્તી કરી રાત્રે વહીવટીતંત્ર દ્વારા જે રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તેના ઉપરથી એવું પ્રતીત થાય છે કે સરકારનું આ તાનાશાહી ભર્યાર્ં વલણથી ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ ભાગી પડી હોય એવું લાગે છે. આથી તાત્કાલિક અસરથી ઉત્તરપ્રદેશ સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેમજ ઉપરોક્ત સમગ્ર ઘટનામાં ઉપસ્થિત થયેલા મુદ્દાઓની તપાસ થાય અને દોષીઓને સખતમાં સખત સજા થાય તે કાર્યવાહીની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ઁઝ્રઝ્ર સહમંત્રી દશરથભાઈ પટેલ, ઁઝ્રઝ્ર મહિલા મંત્રી જયાબેન શાહ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઈ મોકનોજિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ ઠાકોર, તાલુકા મહિલા પ્રમુખ અંજનાબેન દીવાન, શહેર મહિલા પ્રમુખ પરવીન બેન રગરેજ, પાટણ જિલ્લપંચાયત પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોર, શહેર પ્રભારી બિપીનભાઈ દવે, જિલ્લા યુથ મહામંત્રી દીપકભાઈ બારોટ, ભૂપેન્દ્રસિંહ વાઘેલા, નગરપાલિકા સદસ્ય હુસેનભાઇ કવાલ, ગૌરીબેન, જયાબેન, રશીદભાઈ કુરેશી, યુનુસભાઈ શેખ, અબ્દુલ રહેમાન રંગરેજ હાજર રહ્યાં હતા.