શહેરા નગરપાલિકાની સામાન્ય સભા ચીફ ઓફિસર (આઇ.એસ) રામનિવાસ અને અને નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને પાનમ ડેમ ખાતે યોજાઇ હતી જેમાં નગરપાલિકા શહેરા વિસ્તારના મહત્વના વિકાસના કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી તે ઉપરાંત નગરપાલિકાના સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ ને કોરોનાકાળ દરમિયાન પાલિકાના સભ્યો દ્વારા સારી એવી કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. (તસવીર : બશીર અન્સારી, શહેરા)