મોબાઈલ ફોનમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના અંગેની કોલર ટ્યૂન વાગે છે. ત્યારે કોંગ્રેસ વાંધો ઉઠાવ્યો છે કે, સીએમ રૂપાણી પેટાચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક છે ત્યારે તેમણે જાહેરાત માટે મંજૂરી લીધી છે કે નહીં સહિતના સવાલો કોંગ્રેસે ઉઠાવ્યા હતા જેના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ પણ ખુલાસો કર્યો હતો. કોરોનાના કહેરને ધ્યાને રાખીને સરકાર દ્વારા કોલ કરતા સમયે સીએમ રૂપાણીના અવાજની કોલર ટ્યૂન રાખવામાં આવી છે. આ કોલર ટ્યૂનને લઈને વિવાદ થયો છે. ત્યારે હવે આ મામલે સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. કોલર ટ્યૂનમાં માત્ર મારો અવાજ જ છે. આ કોલર ટ્યૂનમાં હું મારૂં નામ નથી બોલતો. કોંગ્રેસ ખોટા વિવાદ ઊભા કરી રહી છે. મહત્વનું છે કે, કોલરટ્યૂનને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચમાં રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસ કહ્યું હતું કે, સીએમ રૂપાણી ભાજપના સ્ટાર પ્રચારક છે. પેટાચૂંટણી જાહેર થયા બાદ સીએમની ઓડિયો ટેપ શરૂ કરાઈ છે. કોલર ટ્યૂનનો ખર્ચ કોણ ભોગવશે તેનો ખુલાસોની કોંગ્રેસ માગ કરી છે. કોંગ્રેસ દ્વારા કોલર ટ્યૂન બંધ કરવા ચૂંટણીપંચમાં રજૂઆત કરી છે. કોલર ટ્યૂન મતદારોને પ્રભાવિત કરી શકે છે.કોલ કરતા અગાઉ સીએમ રૂપાણીનો ઓડિયો સંદેશ આવે છે. કોલર ટ્યૂનમાં તહેવારોની ઉજવણીને લઈને સીએમના સંદેશ વાગે છે. ચૂંટણીપંચની પૂર્વ મંજૂરી લેવાઇ છે કે નહીં ? મોબાઇલ કંપનીઓ સાથે આ મામલે એમઓયુ થયા છે કે નહી તે અંગે પણ કોંગ્રેસે પ્રશ્નો પૂછ્યો છે.