નવી દિલ્હી, તા.૨
ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પર લખ્યું છે- ’ૈં ઇઈ્ૈંઇઈ’. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેણે નિવૃતી લઈ લીધી છે. પીવી સિંધુએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ’હું ઘણા દિવસથી વિચારી રહી હકી કે હું મારા વિચારોને સ્પષ્ટ રીતે રાખુ, હું તે વાતનો સ્વીકાર કરુ છું કે હું તેનાથી ઘણા સમયથી સંઘર્ષ કરી રહી છું, તમે જાણો છો કે મને સારો અનુભવ થઈ રહ્યો નથી,
તેથી હું આજે આ સંદેશ લખીને જણાવી રહી છું કે. હવે હું વધુ તેનો સામનો ન કરી શકું. તેણે લખ્યું, ’હું સમજી શકુ છું કે આ નિવેદનને વાંચીને તમે ચોંકી જશો કે અસમંજસમાં પડી જશો, પરંતુ જ્યારે તમે મારા વિચારને સંપૂર્ણ વાંચી લેશો ત્યારે મારા વિચારોને સમજી શકશો, અને હું આશા કરુ છું કે તમે મારૂ સમર્થન કરશો.
ઓલિમ્પિકમાં રજત ચંદ્રક વિજેતા સિંધુ હાલ લંડન સ્થિત ગેટોરેડ સ્પોટ્ર્સ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાં પોતાના પોષણ અને ફિટનેશની જરૂરિયાત પર કામ કરી રહી છે. તેણે પોતાની પોસ્ટની શરૂઆતમાં લખ્યું છે. ડેનમાર્ક ઓપન અંતિમ કડી હતી. હું સન્યાસ લઈ રહી છું. સિંધુએ લખ્યું, આજે તમને લખી રહી છું કે, મારી સફર હાલ પૂરી થઈ નથી. ડેનમાર્ક ઓપનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું આ મામલામાં અંતિમ કડી રહી.