Site icon Gujarat Today

કોમી એકતાના દર્શન થયા નડિયાદ : આત્મસિદ્ધિ શાસ્ત્રની ઉજવણીમાં મુસ્લિમો હાજર રહ્યા

 

નડિયાદ, તા.૨
નડિયાદના સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશને આત્મસિદ્ધિ શાસ્ત્ર રચનાભૂમિની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી કોમી એકતા છલકાવી હતી.
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરૂ તથા પ્રેરક શ્રીમદ રાજગુરૂજીએ ૧૨૪ વર્ષ પૂર્વે માત્ર ૯૦ મિનિટમાં ૧૪૨ ગાથાની રચના કરી હતી, જેના ૧૨૫ વર્ષના પ્રવેશ નિમિત્તે જૈન સમાજ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં નડિયાદ સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશનના પ્રમુખ ઉસ્માનગની વ્હોરા સભ્યો રશીદભાઈ દેસાઈ, ઉસ્માનભાઈ કુંવર, ઈકબાલભાઈ, સલ્લુભાઈ ડફાલ, કાદરભાઈ વગેરે હાજર રહ્યાં હતા અને સદ્‌ભાવના બેઠક કરી હતી.
જૈન શ્રેષ્ઠિ અશોકભાઈ શાહ, દિપેન પારેખે આવકાર આપી મુસ્લિમ બિરાદરોને પાવન ભૂમિની ઐતિહાસિક ઝાંખી કરાવીને વિશેષ જાણકારી આપી હતી. આમ કોમી એકતા છલકાઈ હતી.

Exit mobile version