લાહોર, તા. ૧૩
પાકિસ્તાનમાં વર્ષો બાદ રમાઇ રહેલી આંતરરાષ્ટ્રીય ટી-ટ્વેન્ટી ટૂર્નામેન્ટની બીજી મેચમાં પાકિસ્તાન સામે વર્લ્ડ ઇલેવનનો સાત વિકેટે વિજય થયો હતો. પાકિસ્તાને આપેલા ૧૭૫ રનના ટાર્ગેટનો પીછો કરતા વર્લ્ડ ઇલેવને હાશિમ અમલાના ૭૨ અને થિસારા પરેરાના ૧૯ બોલમાં ૪૭ રનની મદદથી ત્રણ વિકેટ ગુમાવી એક બોલ બાકી હતો ત્યારે વિજય મેળવી લીધો હતો. હાશિમ અમલાએ ૫૫ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી જ્યારે પરેરાએ પોતાની ઇનિંગમાં પાંચ સિક્સર ફટકારી હતી. આ પહેલા પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં બાબર આઝમે ૪૫, અહેમદ શહેઝાદે ૪૩ જ્યારે શોએબ મલિકે ૩૯ રન ફટકારી ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૭૪ રન બનાવ્યા હતા.