(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
સીટીઝન ફોર જસ્ટીસ એન્ડ પીસએ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિકસ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (MEITY) વિભાગમાં ભાજપ નેતા કપિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવી છે. એમની ઉપર આક્ષેપ છે કે, તેઓ લઘુમતી કોમ સામે નફરત ફેલાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા મોટા જૂથની રચના કરી રહ્યો છે.સીજેપીની ૧૮ નવેમ્બરની ફરિયાદ દ્વારા મંત્રાલયનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે કે, કપિલ મિશ્રા પોતાના ટ્વીટર એકાઉન્ટનો ઉપયોગ કરી પોતાના સમર્થકોને ગૂગલ ફોર્મ વહેંચી રહ્યો છે. જેમાં એ કહે છે કે, તેઓ આ ફોર્મ ભરીને મોકલે અને “હિંદુ ઇકોસીસ્ટમ ટીમ”નો ભાગ બંને. જેથી અમે સાથે મળીને મીડિયામાં એક ખરો સંદેશ મોકલીએ. આ ફોર્મમાં વ્યક્તિઓની વિગતો માંગવામાં આવી છે જેમ કે નામ, વ્યવસાય, ખાસ વિષયમાં રસ, (ગૌરક્ષા, ગૌસેવા, લવ જીહાદ સામે લડવું, ઘર વાપસી, હલાલ, મંદિર નિર્મળ, હિંદુ એકતા, સેવા વગેરે). ફોર્મમાં ખાસ પૂછવામાં આવે છે કેર, તેઓ ટીમમાં મળી ક્યાં કામ કરશે ઓનલાઈન, જમીન ઉપર અથવા બંને સ્થળે. ફરિયાદમાં જણાવ્યું છે કે, એમને પોતાના સમર્થકો પાસેથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. વધુમાં એમના ટ્વીટર નીચે એક કમેન્ટ બોક્ષ છે જેમાં પણ કોમી નફરત ફેલાવવાના સંદેશાઓ લખેલ હોય છે. એમને સલાહ અપાઈ છે કે, સભ્ય થનારાઓ પાસેથી આધાર કાર્ડની વિગતો પણ માંગવામાં આવે જેથી કોઈ મુસ્લિમ તેમાં જોડાઈ ના શકે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ટ્વીટરે આ લિંકને અસુરક્ષિત અને હિંસક જાહેર કરી છે. જેના દ્વારા ગેરમાર્ગે દોરતી માહિતીનું પ્રસારણ થવાની શક્યતા છે. જે સમગ્ર વિશ્વને નુકસાન પહોંચાડનાર છે. કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે કે, એમના ૧૮૦૦૦ સભ્યો થઇ ચુક્યા છે. ફરિયાદમાં કપિલ મિશ્રાના નફરત ફેલાવનાર ભાષણોના અંશો પણ રજુ કરાયા છે. જે દિલ્હીમાં ફાટી નીકળેલ કોમી તોફાનોના એક દિવસ પહેલા અપાયા હતા. જેના લીધે રમખાણો ફાટી નીકળ્યા હતા. એ સાથે જણાવ્યું છે કે, કપિલનું આ પગલું કેટલું નુકસાન પહોંચાડી શકે છે એ તરફ ધ્યાન આપવું જોઈએ. ફરિયાદમાં આઈ.ટી.એક્ટ અને આઈ.પી.સી.ની કલમોના ભંગની વિગતો પણ અપાઈ છે. સીજેપીએ મંત્રાલયને વિંનતી કરી છે કે, ડીજીટલ મીડિયાના આ પ્રકારના દુરૂપયોગ સામે કડક પગલા લેવામાં આવે. જેના દ્વારા મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાની કામગીરી થશે જે સરવાળે સામાજિક અશાંતિ અને ભદભાવને જ જન્મ આપશે.