(એજન્સી) તા.રર
ટ્વીટર પછી ફેસબૂકે હવે પુષ્ટિ કરી છે કે, રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જો બાઈડેનનું ર૦મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન થયા પછી તેના પ્લેટફોર્મ પરના સત્તાવાર પોટ્સ ખાતાને બાઈડેન સમક્ષ ટ્રાન્સફર કરશે. એ વાતને ધ્યાનમાં લીધા વગર કે પદધારી નેતા ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલાં સ્વીકારે કે કેમ. શુક્રવારે ટ્વીટરે જણાવ્યું હતું કે, બાઈડેન શપથ લે તે દિવસે જ ટ્વીટર પોટુસ એકાઉન્ટને બાઈડેનને સોંપી દેશે. શનિવારે ફેસબૂક પણ આવું કરવા માટે જોડાયા. ટ્વીટર અનુસાર ર૦૧૭માં અમે ઓબામા વહીવટ અને તે વખતના આગામી ટ્રમ્પ વહીવટ બંને સાથે મળીને તેમના ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને એકીકૃત કરવા અંગે સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું હતું અને અમે આ વખતે પણ આવું જ કરવાની અપેક્ષા રાખીએ છીએ. તે એકાઉન્ટ્સ પરની તમામ હાલની ટ્વીટ્સને આર્કાઈવ કરવામાં આવશે અને ટ્વીટર એકાઉન્ટ્સને ફરીથી શૂન્ય પર સેટ કરશે અને બાઈડેન સમક્ષ ટ્રાન્સફર કરશે. બાઈડેનના ઉદ્ઘાટન પછી પણ ટ્રમ્પ તેમના વ્યક્તિગત એકાઉન્ટ જ્રિીટ્ઠઙ્મર્ઙ્ઘહટ્ઠઙ્મઙ્ઘિંેદ્બને નિયંત્રિત કરવાનું ચાલુ રાખશે. આવતા વર્ષે ર૦ જાન્યુઆરીથી ટ્રમ્પ તેમનો વિશેષ દરજ્જો જે ટ્વીટર પર તેમને હાસીલ છે. તે ગુમાવી દેશે અને તેમના ટિ્વટ્સને અન્ય કોઈ વપરાશકર્તાની તેમજ ગણવામાં આવશે. ફેસબૂકે જો કે વિશેષ અધિકારો વિશે કંઈ કહ્યું ન હતું.