કોંગ્રેસના ચાણક્ય અહમદભાઈ પટેલે ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે. પરંતુ તેમના ચાહકોના દિલમાં તે સદાય જીવંત રહેશે. બુધવારે દિલ્હીમાં સારવાર દરમિયાન અહમદભાઈનું નિધન થયું હતું. ત્યારે ગુરૂવારે દફનવિધિ તેમના વતન પીરામણ ખાતે કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અંતિમવિધિમાં હાજર રહ્યા હતા. ઉપરાંત અહમદભાઈના જનાઝામાં પણ રાજકીય, સામાજીક અગ્રણીઓ સહિતની હસ્તીઓ જોડાઈ હતી. રાહુલ ગાંધીએ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સહિતના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. પ્રસ્તુત પ્રથમ તસવીરમાં અહમદભાઈ પટેલના જનાઝાની, બીજી તસવીરમાં પરિવારજનોને ભાવુકતાપૂર્વક સાંત્વના પાઠવવા તેમના ઘરે પહોંચેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જોઈ શકાય છે.