(એજન્સી) તા.ર૬
બેહરીનના આંતરિક મંત્રાલયે બુધવારે કતારના ત્રણ દરિયાકાંઠાના રક્ષક દળ જહાજો પર પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કરારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે તેમણે કહ્યું હતું કે તેઓએ બે બેહરીની કોસ્ટગાર્ડ જહાજોને દરિયાઈ પ્રવૃત્તિ કરતા અટકાવ્યા હતા. રોઈટર્સનો અહેવાલ કતારના આંતરિક મંત્રાલયે બાદમાં કહ્યું કે હોડીઓને કતારના પાણી ક્ષેત્રની અંદર અટકાવવામાં આવી હતી અને બેહરીની અધિકારીઓનો સંપર્ક કર્યા પછી તેમને રજા આપવામાં આવી હતી. બેહરીનના આંતરિક મંત્રાલયે કહ્યું કે તે આ ઘટનાની જાણ અખાત સહકાર પરિષદને કરશે જેના બંને અખાતી રાજ્યો સભ્યો છે અને તેને આશા છે કે ફરીથી આવું નહીં થાય. સઉદી અરેબિયા, યુએઈ અને ઈજિપ્ત સાથે મળીને બેહરીને ર૦૧૭માં કતાર સાથેના સંબંધો કાપી નાખ્યા હતા તેની ઉપર એવો આક્ષેપ કર્યો હતો કે તે ઉગ્રવાદી જૂથોને ટેકો આપે છે. જો કે દોહાએ આવા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે રાષ્ટ્રોના સમૂહનો હેતુ તેની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો છે.