(એજન્સી) બગદાદ, તા.૧૪
ગુરૂવારે દક્ષિણ ઈરાકમાં નસીરીયાહ શહેરમાં થયેલી અથડામણોમાં ૧ ઈરાની સહિત પ૦ લોકોનાં મોત થયા હતા. હુમલાખોરોએ બે બંદૂકો અને કાર બોમ્બથી હુમલા કર્યા હતા. મૃત્યુનો આંકડો પ૦ સુધી પહોંચ્યો છે જ્યારે ૮૭ લોકો ઘાયલ થયા છે તેમ શીતે પ્રાંતના નાયબ આરોગ્ય વડા અબ્દેલ હુસેન અલ-જબરીએ જણાવ્યું હતું. નસીરીયાહ તેનું પાટનગર છે. તેમણે ચેતવણી આપી હતી કે મરણનો આંક વધી શકે છે કારણ કે ઘાયલોમાં ગણા ગંભીર છે.