ભર શિયાળે કમોસમી વરસાદને લીધે વાતાવરણ ભેજવાળું થઈ ગયું છે. ત્યારે વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદને લીધે ઉભા પાકને ભારે નુકસાન થતું હોવાથી પાકને બચાવવા ખેડૂતો પ્લાસ્ટીક વડે તેને ઢાંકી રહ્યા છે. પ્રસ્તુત તસવીરમાં ધોળકા રોડ ખાતે આવેલા એક ખેતરમાં પાકને બચાવવા પ્લાસ્ટીક ઢાંકતા ખેડૂતો જોઈ શકાય છે.