Site icon Gujarat Today

ગુજરાતમાં કોરોનાના ૧૧૬૦ નવા કેસ સામે ૧૩૮૪ દર્દીઓ સાજા થયા

નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓનો રેશિયો વધ્યો

કોરોનાથી વધુ ૧૦ દર્દીનાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૪ર૦૩એ પહોંચ્યો, રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯ર.૭૧ ટકા થયો

અમદાવાદ, તા.૧૬
કાળ બનીને આવેલો કોરોના રાજ્યમાં વધુ ૧૦ લોકોને ભરખી ગયો છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મોતનો આંકડો ૪ર૦૩ થયો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના વધુ ૧૧૬૦ નવા કેસ નોંધાયા છે. તેની સામે ૧૩૮૪ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ રાજ્યમાં કોરોના કુલ કેસનો આંકડો ર.૩૧ લાખને પાર થઈ ગયો છે.
વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસ ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો હતો જે એક સારી વાત છે. પરંતુ આજે ગઇ કાલ કરતા કોરોનાનાં કેસમાં ૫૦ અંકનો વધારો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં ૧૧૬૦ પોઝિટિવ કેસ આવ્યા છે . ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૨,૩૧,૦૭૩એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૦ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૨૦૩એ પહોંચ્યો છે. જ્યારે ૧૩૮૪ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ૯૨.૭૧ ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૪,૮૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૨૩૦, સુરત કોર્પોરેશન ૧૪૩, વડોદરા કોર્પોરેશન ૧૦૭, રાજકોટ કોર્પોરેશન ૧૦૪, મહેસાણા ૪૪, વડોદરા ૪૨, બનાસકાંઠા ૩૩, ગાંધીનગર ૩૨, ખેડા ૩૨, પંચમહાલ ૩૧, રાજકોટ ૨૭, સુરત ૨૬, જામનગર કોર્પોરેશન ૨૫, ગાંધીનગર કોર્પોરેશન ૨૧, આણાંદ ૨૦, ભાવનગર કોર્પોરેશન ૨૦, કચ્છ ૧૯, સાબરકાંઠા ૧૯, અમરેલી ૧૮, નર્મદા ૧૬, સુરેન્દ્રનગર ૧૫, દાહોદ ૧૨, જુનાગઢ કોર્પોરેશન ૧૨, મહીસાગર ૧૨, મોરબી ૧૧, ભરૂચ ૧૦, ગીર સોમનાથ ૧૦, પાટણ ૧૦, અમદાવાદ ૯, જામનગર ૯, દેવભૂમિ દ્વારકા ૮, જુનાગઢ ૮, અરવલ્લી ૫, ભાવનગર ૫, નવસારી ૫, તાપી ૩, વલસાડ ૩, પોરબંદર ૨, બોટાદ ૧, છોટા ઉદેપુર ૧ કેસ સામે આવ્યા છે.
કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા હતા પરંતુ હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા ૨૪ કલાકમાં સારવાર હેઠળના ૧૦ દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૫ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન ૨, અમરેલી ૧, રાજકોટ કોર્પોરેશન ૧ અને વડોદરા ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૨૦૩એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૧૪,૨૨૩ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૨,૬૪૭ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૬૭ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૨,૫૮૦ સ્ટેબલ છે. ઉપરાંત પ,૩ર,૯૬૯ લોકોને ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.

Exit mobile version