(એજન્સી) તા.૧૭
ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ મુજબ ઈઝરાયેલ ગાઝા પર હુમલાની તૈયારી કરી રહ્યું છે. પેલેસ્ટીયની સૂત્રોએ પણ જણાવ્યું છે અને ઈઝરાયેલી વર્તમાનપત્ર યદીઉત અહારોતુએ પણ લખ્યું છે કે આગામી યુદ્ધ માટે જે યોજના તૈયાર કરવામાં આવી છે તે મુજબ દરરોજ વધુમાં વધુ પેલેસ્ટીનીઓને મારવામાં આવશે.
ઈઝરાયેલી ગલિયારોએ જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં ગાઝામાં યુદ્ધની આશંકા વધુ પ્રબળ નથી પરંતુ તેમ છતાં સેના, યુદ્ધ માટે તૈયાર થઈ રહી છે. રિપોર્ટ મુજબ ઈઝરાયેલનો પ્રયાસ છે કે આગામી યુદ્ધમાં પ્રતિરોધ મોરચાને સમાપ્ત કરી છે અને ગાઝા પર એવો હુમલો કરી જેનાથી મોટી સંખ્યામાં પેલેસ્ટીની મૃત્યુ પામે જેથી તેમનો સંઘર્ષ સમાપ્ત થઈ જાય. આ દરમ્યાન ઈઝરાયેલી મીડિયાએ જણાવ્યું છે કે સેનાએ વાયુ સુરક્ષા યુદ્ધ અભ્યાસ પણ કર્યો છે. ગત એક દશકા દરમ્યાન જાયોની શાસને અનેક વખત ગાઝા પર હુમલો કર્યો પરંતુ દર વખત તેને ભારે પરાજય પછી પરત ફરવું પડયું.
5