Site icon Gujarat Today

વિરમગામ-નળસરોવર રોડ માટે રૂા.પ કરોડ ફાળવો : લાખાભાઈ ભરવાડ

નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

(સંવાદદાતા દ્વારા) વિરમગામ,તા.ર૧
વિરમગામ નળસરોવર માર્ગને કએફડીપીઆર) અર્તગત પાંચ કરોડ રૂપિયા ફાળવવા વિરમગામ ધારાસભ્ય દ્વારા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે વિરમગામ વિધાનસભા વિસ્તારના વિરમગામ માંડલ, દેત્રોજ તાલુકાના સાત વર્ષથી વધુ સમયથી રીસરફેસ ન થયા હોવા તેવા માર્ગ રીસરફેસ કરવા માંગ કરી છે. વિરમગામ તાલુકાના છેવાડે આવેલા ગુજરાતના જાણીતા પક્ષી અભ્યારણ નળસરોવરથી વિરમગામ સુધીના માર્ગને (એફડીપીએ) કુલ ડેરક પર્મનેન્ટ રીપેર અંતર્ગત રૂપિયા પાંચ કરોડ ફાળવવા લાખાભાઈ ભરવાડ (ધારાસભ્ય વિરમગામ) દ્વારા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિતમાં માંગ કરી છે. વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકા સહિતના માર્ગોને અગ્રતા મુજબ રિસરફેસની કામગીરી માટે મંજુર કરવા માંગ કરી છે.

Exit mobile version