સુરેન્દ્રનગર, તા.રર
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કિસાન આંદોલનમાં શહીદ થયેલ કિસાનોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
પ્રવર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિધેયક બિલને કાળો કાયદા તરીકે જણાવતા વિરમગામ વિસ્તારના ધારાસભ્ય સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી લાખા ભરવાડ દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી ખેડૂતોના સમર્થનમાં ગુજરાતના ગામડે-ગામડે જઈ સમર્થન આપવા હાકલ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ દ્વારા શહેર સમિતિ, ગ્રામ્ય સમિતિ તમામ સેલ અને આગામી દિવસોમાં આવી રહેલ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીને ધ્યાને રાખી તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખોને સમિતિ બનાવવા અને બુથ મેનેજમન્ટ પર યુવાનોની ગોઠવણી કરવી તદ્ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારને સંગઠનના કામે લાગી જવા અનુરો કર્યો હતો.