National

અશોક યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સલરે બંધારણને સક્ષમ બનાવવા માટે આહ્‌વાન કર્યું

પ્રતાપ ભાનુ મહેતા વ્યાખ્યાન આપે છે.

(એજન્સી) ગુવાહાટી,તા.ર૨
અશોક યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રતાપ ભાનુ મહેતાએ શનિવારે કહ્યું હતું કે હાલમાં બંધારણ “એટલું શક્તિહિન – કાગળ પરના શબ્દો જેવું” લાગે છે. ૧૭મીએ ડો.અમિતાભ ચૌધરી વાર્ષિક સ્મારક પ્રવચન “ઈંડિયાઝ સેકન્ડ રિપબ્લિકઃ ધ કોલેપ્સ ઓફ લિબરલ કોન્સ્ટિટ્યૂશનલીઝ્‌મ” વિષય પર પ્રવચન આપતા મહેતાએ કહ્યુંઃ “… જો આપણે હવેથી ૧૦ કે ૧૫ વર્ષ પછી મળીશું અને કહેવામાં આવશે કે ભારતનું બંધારણ કેવા પ્રકારનું છે. તો આપણે એમ નહીં કહીએ કે ભારતમાં ઉદાર લોકશાહી છે; આપણે કહીશું કે ભારત એક સરમુખત્યારશાહી વંશીયતા છે.” ન્યાયતંત્રથી લઈને રાજકીય પ્રણાલીના મુદ્દાઓ પર અને ‘લવ જેહાદ’ જે તાજેતરમાં ચર્ચામાં છે, મહેતાએ પોતાના ટેલિવિઝન સંબોધનમાં જણાવ્યું હતું કે “આપણી આસપાસનો બંધારણીય વિકાસ બંધારણના ભાંગવાના નજીકના સંકેત આપે છે.” તેમણે નાગરિકોને વિનંતી કરી કે “બંધારણીય વિશ્વાસને લગભગ બીજા સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ફરી પેદા કરો અને આનો અર્થ જાહેર સંબોધન, નવી એકતાનું નિર્માણ, ક્યારેક-ક્યારેક જાહેર વિરોધ પણ કરવામાં આવે.” મહેતાએ ભારતમાં વધતા જતા સરમુખત્યારવાદની ૧૦ નિશાનીઓનો ઉલ્લેખ કર્યો, જેમાં “મતભેદ રાજદ્રોહ છે,” “માહિતી હુકમનું નિયંત્રણ”, “દરેક જગ્યાએ શાસકો”, “કાયદાને પોતાના હાથમાં લેવા પોતાના લોકોને સક્ષમ બનાવવા અથવા તેમણે કાયદાની કામગીરી કરવા દેવાની છૂટ આપવી “અને” નાગરિકોને રાજ્ય માટે વધુ પારદર્શક બનાવવા પરંતુ નાગરિકો માટે રાજ્યનું વધુ અપારદર્શક બનવું.” બંધારણની સુંદરતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેનાથી ભારતને નવી ઓળખ મળી છે. “ઈશ્વરના સંદર્ભથી શરૂ થનારી અનેક બંધારણોની પ્રસ્તાવનાથી વિપરીત, આપણું બંધારણ કહે છે કે નવું ભારત ઈશ્વરની કલ્પના, ઇતિહાસ અને ઓળખની જે રીતે પસંદગી કરે તેના માટે સ્વતંત્ર છે… પ્રસ્તાવના સંદર્ભો બધા જ વ્યક્તિના ગૌરવ માટે છે.” મહેતાના મતે રાષ્ટ્રની ઓળખ હિન્દુ દ્રષ્ટિએ નિર્ધારિત કરવામાં આવી રહી છે જ્યારે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભારતને કોરા પાનાં તરીકે યાદ કરીને વ્યાખ્યાયિત કરી હતી, જેના પર દરેક સંસ્કૃતિએ તેનો ઇતિહાસ લખ્યો છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા “લવ જેહાદ” અંગેના તાજેતરના વટહુકમનો ઉલ્લેખ કરતાં મહેતાએ કહ્યુંઃ “આ કાયદો નોંધપાત્ર રીતે ધર્મની સ્વતંત્રતાને નકારે છે. હું આશા રાખું છું કે સુપ્રીમ કોર્ટ આને કાઢી નાખે….” ન્યાયતંત્રની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં મહેતાએ કહ્યુંઃ “હજી પણ કેટલાક ન્યાયાધીશો છે, ઉચ્ચ અદાલતો છે જે અદભૂત હિંમતવાન, અસાધારણ બંધારણીય રીતે સાચા આદેશો પસાર કરે છે… સુપ્રીમ કોર્ટના ઓર્ડર વ્યક્તિગત ન્યાયાધીશોની મનસ્વી ધૂન પર ખૂબ નિર્ભર બની ગયા છે. તેથી નાગરિક સ્વતંત્રતા નબળી પડી છે અને બંધારણની બાબતમાં સરકારને જરૂરી છે તેના કરતાં વધુ આદર આપવામાં આવે છે. કોર્ટોને પવિત્ર રાજાની જેમ ભવ્યતા જોઈએ છે, જેની ઉપર ટીકા-ટિપ્પણી કરી શકાય નહીં.
– ઉમાનંદ જયસ્વાલ (સૌ. : ધ ટેલિગ્રાફ ઈન્ડિયા)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.