(એજન્સી) અનાદોલુ,તા.૨૬
સોશિયલ મીડિયામાં પેલેસ્ટીન પોસ્ટો ૮૦ ટકા સુધી દબાવવામાં આવે છે, સદા સોશિયલ સેન્ટરે એક નવા અભ્યાસમાં શોધી કાઢ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે પેલેસ્ટીન વિરુદ્ધની આ સેન્સરશીપ એન.જી.ઓ. દ્વારા શોધી કઢાઈ છે જે સોશિયલ મીડિયા પર પેલેસ્ટીન સંબંધિત અને વાણી સ્વતંત્રતા અંગે અભિયાનની સામગ્રી ઉપર નિગરાની રાખે છે. આ સંસ્થા સાથે જોડાયેલ નિષ્ણાંતોએ કહ્યું કે ઇઝરાયેલ સાથે અમુક આરબ દેશોએ સંબંધો સામાન્ય કર્યા પછી સામગ્રી દબાવવામાં હાલના મહિનાઓમાં ઓચિંતો વધારો થયો છે. જૂન મહિનામાં લંડન આધારિત બૌદ્ધિકોએ શોધી કાઢ્યું હતું કે ફેસબુકે પેલેસ્ટીન એક્ટિવિસ્ટો, બ્લોગરો અને પત્રકારોના એકાઉન્ટો બ્લોક કર્યા હતા જે એમના વાણી સ્વતંત્રતાનો ભંગ છે. પેલેસ્ટીન વર્ષોથી ફરિયાદ કરે છે કે ફેસબુક એમના એકાઉન્ટોને ટાર્ગેટ કરી કોઈ પણ સૂચના આપ્યા વિના ડિલેટ કરી નાંખે છે. સામગ્રી દબાવવાની શંકા ત્યારે બહાર આવી જ્યારે સદાએ પેલેસ્ટીનીઓે અને આરબો પાસેથી ઘણી બધી ફરિયાદો મેળવી હતી જેમાં ફેસબુકમાં એકાઉન્ટ ધરાવનારાઓમાંથી ૫૦થી ૮૦ ટકા લોકો પોતાની પોસ્ટો જોઈ શકતા ન હતા. ફરિયાદ કરનારાઓ મોટા ભાગના એવા લોકો હતા જેઓ લાખો ફોલોઅર્સ ધરાવે છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પ્લેટફોર્મો પોતાની સામગ્રી ફક્ત અરેબીક ભાષામાં મુકતા હતા જેઓએ આરબો અને ઇઝરાયેલ વચ્ચે સામાન્ય થયેલ સંબંધોને જ અગ્રીમતા આપી હતી. સોશિયલ મીડિયાના નિષ્ણાંતોએ પુષ્ટિ કરી હતી કે દબાવવાની પ્રક્રિયા પ્રાયોજિત છે. દેખીતી રીતે આ કૃત્ય ફેસબુક મેનેજમેન્ટનું છે જેઓ સરળતાથી આ સામગ્રી શોધી શકે છે.