દેશભરમાં ૧૧૬ જિલ્લામાં ૨૫૯ સેન્ટરો પર વેક્સિનનું ડ્રાય રન કરવામાં આવી રહ્યું છે, પ્રથમ તબક્કામાં સામેલ ૩ કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સમાં એક કરોડ સ્વાસ્થ્ય કર્મી અને બે કરોડ અન્ય વર્કર સામેલ : હર્ષવર્ધન
(એજન્સી) નવી દિલ્હી, તા.૨
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ વેક્સીન આખા દેશમાં ફ્રી હશે પરંતુ બાદમાં તેમણે ફેરવી તોળ્યું હતું. હર્ષવર્ધનને જ્યારે પૂછવામાં આવ્યુ કે, ‘કોરોના વેક્સીન જેવી દિલ્હીમાં ફ્રી હશે તેવી તમામ રાજ્યમાં ફ્રી હશે, તો જવાબમાં તેમણે કહ્યુ કે, દિલ્હીમાં જ નહી, આખા દેશમાં ફ્રી હશે.’ જોકે, હર્ષવર્ધને આ જાહેરાત બાદ યૂ ટર્ન માર્યો હતો અને કહ્યુ કે પહેલા ૩ કરોડ કોરોના વોરિયર્સને જ મફત વેક્સીન આપવામાં આવશે. દેશમાં કોરોના વેક્સીનની ડ્રાઇ રન શરૂ થઇ ગઇ છે. દેશભરમાં ૧૧૬ જિલ્લામાં ૨૫૯ સેન્ટરો પર વેક્સીનનું ડ્રાઇ રન કરવામાં આવી રહ્યુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે પ્રથમ ફેઝમાં ૩ કરોડ લોકોને વેક્સીન ફ્રીમાં આપવામાં આવશે. ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે તેમાં ૧ કરોડ સ્વાસ્થ્ય કર્મી અને બે કરોડ ફ્રંટલાઇન વર્કર સામેલ છે. પ્રાથમિકતા સૂચીમાં સામેલ ૨૭ કરોડ લોકોને જુલાઇ સુધી કેવી રીતે વેક્સીન આપવામાં આવશે, તેના વિશે નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
ડ્રાઇ રન દરમિયાન અસલી વેક્સીનની જગ્યાએ કોઇ બીજી દવા અથવા ખાલી બોટલને તે રીતે ટ્રાન્સપોર્ટ કરવી પડશે જેવી રીતે વેક્સીનને કરવામાં આવે છે, પછી તે બીજી વેક્સીન અથવા ખાલી બોટલને હોસ્પિટલમાં તેવી રીતે કોલ્ડ સ્ટોરમાં રાખવામાં આવશે જેવી રીતે અસલી વેક્સીનને કરવામાં આવે છે. વેક્સીનના ટ્રાન્સપોર્ટેશનથી લઇને વેક્સીન લગાવવા સુધીની સૂચનાને ઓનલાઇન દર્જ કરાવવાની સિસ્ટમને તપાસી શકાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને ખુદ દિલ્હીની જીટીબી હોસ્પિટલ જઇને ડ્રાઇ રનની સમીક્ષા કરી હતી, તેમણે કહ્યુ કે દેશને રસીનો અનુભવ છે અને આ વેક્સીન જનતાની સુરક્ષા માટે છે, તેને લઇને કોઇ અફવામાં ના રહો. દરેક રાજ્યના પાટનગરમાં ઓછામાં ઓછા ત્રણ સેન્ટર પર ડ્રાઇ રન કરવામાં આવનાર છે. કેટલાક રાજ્ય તે વિસ્તારને પણ ડ્રાઇ રનમાં સામેલ કરશે, જે દુર્ગમ હોય અને જ્યા સામાનની અવર જવરમાં મુશ્કેલી ના પડે. મહારાષ્ટ્ર અને કેરળ સહિત કેટલાક રાજ્યના પાટનગર સિવાય પણ અન્ય મોટા શહેરોમાં ડ્રાઇ રન કરશે.