Site icon Gujarat Today

વાપીમાં એનસીપી દ્વારા નગરપાલિકામાં આવેદન

વાપી, તા.૧૭
વાપી સેલવાસ રોડ ઉપર આવેલ ડુંગરા ગામ પાસે ભોપાલીનગર પાસે આજુબાજુ શાળા અને નાગરિકોની વસતી અને અવરજવર વિસ્તાર છે. આ રસ્તાની ઉપર જે મોટી ગટર લાઈન નાખેલ છે તેના ચેમ્બર ભોપાલીનગર પાસે ખુલ્લું છે. અહીં શાળાના બાળકો તથા નાગરિકો અને ચોવીસ કલાક વાહન વ્યવહારથી આ રસ્તો ચહલપહલ વાળો રહે છે અને આ ચેમ્બર જે નગરપાલિકાની બેદરકારીથી અને કોન્ટ્રાક્ટરથી ખુલા રહે છે તેને જો રિપેરીંગ કરીને નવું ચેમ્બરનું ઢાંકણું બેસાડીને રીપેરીંગ કરવાની માગણી કરેલ છે અને અહીં આવેલ તમામ ગટરલાઈનોના ચેમ્બરને ચેક કરીને રિપેરીંગ કરવાની માગણી કરેલ છે.
આ આવેદનપત્ર આપવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના પ્રમુખ વલસાડ માયનોરિટીના અબ્દુલ મલિક શેખ, ઉપપ્રમુખ અબ્દુલ અઝીઝ શેખ, વલસાડ એનસીપી યુવા પ્રમુખ અલી સૈયદ, સુનીલ શર્મા, વિજય મૌર્યા, બાદલ આર્ય, ભાઉલાલ, અખલાક, નિઝામ શેખ તથા અન્ય અગ્રણીઓ વાપી નગરપાલિકામાં ગયા હતા અને આવેદનપત્ર આપ્યું હતું.

Exit mobile version