Site icon Gujarat Today

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ : ગાબામાં ઐતિહાસિક વિજય બાદ ભારત નંબર વન, ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને

બ્રિસબેનના ગાબામાં ભારતીય ક્રિકેટ ટીમની યુવા બ્રિગેડે ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડવાની સાથે અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે. હકિકતમાં આ ટેસ્ટ શ્રેણી જીતવાથી ટીમ ઈન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ફરી ટોપ પર પહોંચી ગઈ છે. તો ન્યૂઝીલેન્ડ બીજા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબર પહોંચી ગયું છે. બ્રિસબેનમાં જીતનો ફાયદો ભારતને આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પણ થયો છે. ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝલેન્ડ પછી બીજા નંબર પહોંચી ગઈ છે, તો ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજા સ્થાને ધકેલી દીધું છે અને ૧૧૮ પોઈન્ટની સાથે બીજા સ્થાને મજબૂતી સાથે કદમ જમાવી દિધા છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ગાબામાં સાત મેચ રમી છે અને પહેલી વખત જીત પ્રાપ્ત કરી છે. આ જીતની સાથે ટીમ ઈન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંક પહોંચી ગઈ છે. પોઈન્ટ ટેબલ મુજબ, ટીમ ઈન્ડિયાના કુલ ૪૩૦ પોઈન્ટ થઈ ગયા છે. તો ટીમની વિનિંગ પર્સન્ટેજ ૭૧.૧ ટકા છે, જે સૌથી વધુ છે. ભારતે અત્યાર સુધીમાં પાંચ સીરીઝ અંતર્ગત કુલ ૧૩ મેચ રમી છે જેમાંથી ૯માં જીત હાંસલ કરી છે. ભારતીય ટીમને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કે એક મેચ ડ્રો રહી છે. ગાબામાં હાર મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયા આ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને ધકેલાય ગયું છે. ટેસ્ટ ચેમ્પિયનશિપની આ જીતની સાથે જ ભારતના ૭૧.૬૭ પર્સેન્ટેજ પોઈન્ટ્‌સ થઈ ગયા છે. આ સાથે જ ભારત ટોપ પર આવી ગયું છે. ન્યૂઝીલેન્ડ ૭૦ પીસીટીની સાથે બીજા નંબરે જ્યારે અત્યાર સુધી ટોપ પર બની રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ૬૯.૨ પીસીટીની સાથે ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડથી ઉપરની પોઝિશન બનાવી રાખવા માટે ભારતે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ થનારી સીરીઝમાં ૮૦ પોઈન્ટ્‌સની જરૂર છે. એટલે કે જો ભારત ઈંગ્લેન્ડ સામે ચાર મેચની સીરીઝ ૨-૦થી જીતી જાય તો ન્યૂઝીલેન્ડથી આગળ રહેવામાં સફળ રહિશું તેમજ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પણ પહોંચી જશે. જો સીરીઝ ૩-૧ જીતશે તો ભારતને ૯૦ પોઈન્ટ મળશે. આ સ્થિતિમાં ભારત ન્યૂઝીલેન્ડની ઉપર તો રહેશે અને સહેલાયથી ફાઈનલમાં પહોંચી જશે. ગાબામાં જીતની સાથે ટેસ્ટ રેન્કિંગમાં પણ ભારતીય ટીમનો દબદબો વધ્યો છે. ૧૧૮ પોઈન્ટની સાથે હવે ટીમ ઈન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ટેસ્ટ રેન્કિંગના પ્રથમ સ્થાને ન્યૂઝીલેન્ડ છે જેમના પણ ૧૧૮ પોઈન્ટ છે. પરંતુ માત્ર ૨૭ મેચ ખેલવાને કારણે તે ભારતથી આગળ છે. ગાબામાં હાર બાદ ઓસ્ટ્રેલિયા ૧૧૩ રેટિંગ પોઈન્ટની સાથે ત્રીજા સાથે પહોંચ્યું છે. જો કે ઈંગ્લેન્ડ વિરૂદ્ધની સીરીઝ જો ભારત જીતે છે તો આઇસીસી રેન્કિંગમાં ભારત નંબર વન બની જશે. તે પછી ભલે જ ટીમ ઈન્ડિયા ૧-૦થી કે ૨-૧ કે પછી ૨-૦થી જીત મેળવે.

Exit mobile version