Site icon Gujarat Today

ફિટનેસ માટે બિરયાનીનો ભોગ આપવો પડ્યો છે : સિરાઝ

 

ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્સન કરનાર મોહમ્મદ સિરાજે પોતાની ફિટનેસનું રહણ્ય જણાવ્યું છે. પોતાની ફિટનેસને ટકાવી રાખવા માટે તેને પોતાની પ્રિય વાનગી બિરયાનીનો ભોગ આપવો પડ્યો છે. ફિટનેસન કાર્યક્રમનું પાલન કરતો હોવાને લીધે પહેલા જેટલી બિરયાની ખાઈ શકતો નથી. સિરાજે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ મેચમાં પોતાના કેરિયનું શાનદાર પ્રદર્શન કરતાં ૭૩ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. સાથે જ આ સીરીઝમાં સિરાજને કુલ ૧૩ વિકેટ ઝડપી છે. સિરાજને કહ્યું તે સતત શાનદાર બોલિંગ કરી શકે છે તેના માટે તે પોતાના ટ્રેનર સોહમ દેસાઈનો આભાર માને છે. સોહમ દેસાઈએ સિરાજ માટે ફિટનેસ પ્રોગ્રામ બનાવ્યો છે અને તેના પર પ્રોટિન આહાર પર કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે. સોહમે સિરાજની બિરાયાનીમાં કાપ મૂક્યો છે. સિરાજે કહ્યું કે, લોકડાઉન દરમિયાન સોહમે બનાવેલા ફિટનેસ પ્રોગ્રાને જ મે ફોલો કર્યો છે. સિરાજે ભારતીય ટીમમાં શાનદાર પ્રદર્શન અંગે કહ્યું કે, હું ક્યારેય મને ટીમનો સિનિયર બોલર માનતો નથી. સિરીઝમાં તક આપવા બદલ અને યુવા ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપવા બદલ સિરાજે કેપ્ટન રહાણેનો આભાર માન્યો હતો. સિરાજે કહ્યું કે, સ્મિથની અને લબુશેનની વિકેટ મારી સૌથી શ્રેષ્ઠ વિકેટ છે. આજનો દિવસ મારી ટેસ્ટ કારકિર્દીનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આ બંને વિકેટ ઝડપવાના લીધે મારા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો. આ સિવાય કેપ્ટન રહાણેએ અમને સતત પ્રોત્સાહિત કર્યા.

Exit mobile version