Site icon Gujarat Today

બહેરીનના વિદેશમંત્રીએ અખાતી તકરારનો અંત થયા પછી પણ કતારની ટીકા કરી

(એજન્સી) તા.ર૩
સઉદી અરેબિયામાં આ મહિનાની શરૂઆતમાં અલ-ઉલા સમિટીના પરિણામો આવ્યા હોવા છતાં, જેમાં સમિટે ર૦૧૭ના ગલ્ફ સંકટ અને દોહા પરની નાકાબંધીનો અંત લાવી દીધો હતો તેમ છતાં બહેરીનના વિદેશમંત્રી અબ્દુલ આતીક અલ-ઝાયનીએ ગઈકાલે કતારની રાજ્યની એવો આક્ષેપ લગાવીને ટીકા કરી હતી કે કતારે મનામા સાથેના તેમના મંત્રાલય દ્વારા મૂકાયેલી પોસ્ટમાં જણાવ્યા અનુસાર, અલ ઝાયનીએ કહ્યું હતું કે, કતારે સઉદીમાં યોજાયેલી અલ-ઉલા સમિટ પછી પણ બહેરીન સાથેની અધૂરી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કોઈ પહેલ કરી નથી, ઝાયાનીએ એમ પણ જણાવ્યું હતું કે, તેમના મંત્રાલયે તેમના કતારી સમકક્ષ શેખ મોહમ્મદ બિન અબ્દુર્રહમાન સાનીએ એક લેખિત પત્ર મોકલ્યો હતો, જેમાં દોહાને બંને દેશો વચ્ચેના અધૂરા મુદ્દાઓ અંગે મંત્રણા શરૂ કરવા માટે સત્તાવાર પ્રતિનિધિ મંડળ રવાના કરવા કહ્યું હતું. તેમ છતાં કતાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. ઝાયનીએ ઉમેર્યું હતું કે તેમનો દેશ કતાર સાથેના સંબંધોમાં નવી પ્રક્રિયા અપનાવવા અંગે આગળ વધી રહ્યો છે. જેથી પ્રત્યેક દેશના અધિકારો અને હિતોને ધ્યાનમાં લેવામાં આવે. જોે કે, બહેરીને ૧૧ જાન્યુઆરી સુધીમાં, સઉદી, યુએઈ અને ઈજિપ્તના પગલે પોતાનું હવાઈ ક્ષેત્ર કતાર માટે ખોલી દીધું હતું. આ ચારેય દેશોએ કતાર સાથે રાજદ્વારી સંબંધોને પુનઃ સ્થાપિત કર્યા છે. ગલ્ફ સહકારો પરિષદ (જીસીસી)ના રાજ્યો વચ્ચે ર૦૧૭માં રાજદ્વારી સંકટ તીવ્ર બન્યું હતું. જેમાં કતાર પર આતંકવાદને ટેકો આપવા અને ઈરાન સાથેના તેના સંબંધો હોવાના આરોપોના લીધે એમ માનવામાં આવ્યું કે તે જીસીસીના સામૂહિક હિતોના વિરૂદ્ધ છે. કતારે આ આરોપોને ફગાવીને તેના બહિષ્કાર અને નાકાબંધીને સર્વભૌમત્વનું ઉલ્લંઘન કરાર આપ્યો હતો.

Exit mobile version