(એજન્સી) રબાત,તા.૨૭
મોરક્કોની જસ્ટીસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીએ ગઈકાલે ઇઝરાયેલ સાથે સામાન્ય સંબંધો સ્થાપવા સામે ચેતવણી આપી હતી. એમણે કહ્યુ કે, આના લીધે અમારા દેશના રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક બાબતો ઉપર અવળી અસર થશે. પાર્ટીએ અમેરિકા દ્વારા ઇઝરાયેલ સાથે કરાયેલ સમજૂતીની ઉગ્ર આલોચના કરી હતી. એમણે સમજૂતીના જોખમો સામે ચેતવણી આપતા કહ્યું કે આના લીધે અમારા દેશના રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક બાબતોમાં દખલગીરીઓ વધશે. પાર્ટીના નિવેદને પાર્ટીના વલણની પુષ્ટિ કરતા કહ્યું કે અમે પેલેસ્ટીની લોકોના ઇઝરાયેલ સામેના સંઘર્ષને હૃદયપૂર્વક અને બિનશરતી સમર્થન આપીએ છીએ. અમે પેલેસ્ટીનીઓેની સ્વતંત્રતાની ઝંખના, કબ્જાઓનો અંત લાવવા, પરત ફરવાના પેલેસ્ટીઓેના અધિકારો અને જેરુસલેમને રાજધાની તરીકે જાહેર કરી એક સ્વતંત્ર દેશની રચનાને સમર્થન આપીએ છીએ. જ્યારથી મોરક્કોની સરકારે ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવ્યા છે ત્યારથી દેશમાં આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકા પશ્ચિમ સહારાને મોરક્કોની સ્વાત્તતા હેઠળ સ્વીકૃતિ આપશે એના બદલામાં મોરોક્કોએ ઇઝરાયેલ સાથે અધિકૃત સંબંધોની સ્થાપના કરી હતી. સહારાનો વિસ્તાર શાસક પક્ષ અને પોલીસરીઓ ફ્રન્ટ વચ્ચે દાયકાઓથી વિવાદનો વિષય રહ્યો છે.