Site icon Gujarat Today

મોહમ્મદ સિરાજ, ચાર અન્ય ભારતીય ક્રિકેટર આઈસીસી પ્લેયર ઓફ મન્થ એવોર્ડ માટે નોમીનેટ

 

નવી દિલ્હી,તા.ર૯
મોહમ્મદ સિરાજ અને અન્ય ચાર ભારતીય ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના નવા જાહેર કરાયેલા મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીનું એવોર્ડ માટે નોમીનેટ કરાયા છ.ે અશ્વિન અને પંત ઉપરાંત ભારતના મોહમ્મદ સિરાજ અને ટી નટરાજન પણ એવોર્ડની સ્પર્ધામાં છે.
આ બધાએ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝમાં ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આઈસીસીએ કહ્યું કે સમગ્ર વર્ષ દરેક ફોર્મેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહિલા અને પુરૂષ ક્રિકેટરોને આ એવોર્ડ આપવામાં આવશે.
ઓનલાઈન વોટ ઉપરાંત એક સ્વતંત્ર આઈસીસી વોટિંગ એકેડેમી પણ બનાવવામાં આવી છે જેમાં પૂર્વ ખેલાડી, પ્રસારક અને પત્રકાર સામેલ હશે.

 

Exit mobile version