વકફ સંપત્તિઓના રક્ષણ માટે ગુજરાત વકફ પ્રોટેક્શન કાઉન્સિલની રચના
ઉનાવા, તા.રર
સૂફી ઈસ્લામિક બોર્ડના ગુજરાત એકમ દ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ “ગુજરાત વકફ પ્રોટેક્શન કાઉન્સિલ”ની રચના કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં વકફ બોર્ડના કૌભાંડો વિરૂદ્ધ ઝુંબેશ ચલાવવાની પ્રથમ મીટિંગ પીર સૈયદ ખાલિદ હુસૈન નકવી હુસૈનીની અધ્યક્ષતામાં અમદાવાદ શહેરમાં યોજવામાં આવી હતી. જેમાં મુહિબ્બાને એહલેબૈત ફાઉન્ડેશનના પ્રમુખ સૂફી અનવરહુસૈન શેખ તેમજ સૂફી ઈસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય કારોબારી સભ્ય સૈયદ વાહીદઅલી અને અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ રિઝવાન કાદરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં રાજ્યના તમામ જિલ્લામાંથી સૂફી ઈસ્લામિક બોર્ડના સભ્યો તેમજ મુસ્લિમ સમાજના તમામ પંથના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કામગીરી સામે ભારોભાર નારાજગી અને અસંતોષ વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુજરાત રાજ્ય વકફ બોર્ડ વિરૂદ્ધ ૧પ મુદ્દાનું આવેદનપત્ર પાઠવવામાં આવેલ.