દિલીપકુમાર, જેમનું મૂળ નામ મોહમ્મદ યુસુફ ખાન છે, તેઓ આપણી ફિલ્મ જગતના એક પીઢ અભિનેતા અને લોકપ્રિય અભિનેતા છે. સ્ક્રીન પરના તેના અસાધારણ અભિનય માટે તેમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે અને તેમના કરોડો ચાહકો છે. આ અભિનેતાને ઘણીવાર “ફર્સ્ટ ખાન” તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભારતીય સિનેમામાં અભિનય કરવાની તકનીકી લાવવાનો શ્રેય તેઓને આપવામાં આવે છે. દિલીપકુમારે ૧૯૪૪માં બોલિવૂડ ફિલ્મ જવરભાટાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓને ૧૯૪૭માં સફળ ફિલ્મ જુગ્નુથી ખ્યાતિ મળી હતી. દિલીપકુમારે અત્યાર સુધીમાં વધુમાં વધુ વખત શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. દિલીપકુમાર પાંચ દાયકાથી વધુની સફળ કારકિર્દી ધરાવે છે અને ૬૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમના કરોડો પ્રશંસકો છે. દિલીપકુમાર વિશે હંમેશાં બોલીવુડની અભિનેત્રી મધુબાલા સાથેના સંબંધમાં વાતો અને અફવાઓ જાહેર થતી હતી પરંતુ આ જોડીએ ક્યારેય લગ્ન કર્યા નહીં. દિલીપસાહેબે ૧૯૬૬માં અભિનેત્રી સાયરાબાનુ સાથે લગ્ન કર્યાં હતા. દિલીપકુમારને “હિન્દી સિનેમાના સુવર્ણ યુગ”ના છેલ્લા જીવંત મહાન અભિનેતાઓ પૈકી એક માનવામાં આવે છે. અહીં દિલીપકુમાર વિશે ખૂબ જ ઓછા જાણીતા તથ્યો આપવામાં છે જેના વિશે તેમના ચાહકોએ જાણવાની જરૂર છે. એક નજરમાં જોઈએ.
દિલીપકુમાર રાજ કપૂર સાથે ઉછરેલા અને ભેગા મોટા થયા હતા
દિલીપકુમારે નાસિકના દેવલાલીની બાર્નેસ સ્કૂલમાંથી શરૂઆતનું શિક્ષણ લીધું હતું જ્યાં રાજ કપૂર પણ હતા અને તેઓ બંને બાળપણના મિત્ર હતા અને બંને એક સાથે ધાર્મિક રીતે મિશ્રિત પાડોશમાં મોટા થયા હતા.
દિલીપકુમાર કિશોર વયે ઘરેથી ભાગી ગયા હતા
દિલીપકુમાર ૧૯૪૦માં તેમના ઘરેથી ભાગી ગયા હતા, જ્યારે તેમના પિતા સાથે તેમની દલીલ થઈ હતું અને કિશોર વયે તેઓ પુણે આવી ગયા હતા જ્યાં તેમણે પારસી કાફેના માલિકની મદદથી સેન્ડવિચ સ્ટોલ ઊભો કર્યો હતો અને રૂપિયા ૫૦૦૦થી વધુ બચાવ્યા હતા, જે એ સમયે એક વિશાળ રકમ હતી.
દિલિપકુમારે સ્ક્રિપ્ટ-લેખક તરીકે પણ કામ કર્યું છે
૧૯૪૨માં દિલીપકુમાર બોમ્બે ટોકિઝમાં જોડાયા હતા, જ્યાં તેમણે મહિનાના ૧૨૫૦ રૂપિયાના પગાર સાથે સ્ક્રિપ્ટ-લેખક તરીકે કામ કર્યું હતું.
દિલીપકુમાર હતાશામાં ઘેરાઈ ગયા હતા
દિલીપકુમાર ૧૯૫૦ના દાયકામાં તેમની ફિલ્મોમાં ભજવી રહેલા ગંભીર પાત્રોના કારણે હતાશાના ભોગ બન્યા હતા, જેના કારણે તેમને “ટ્રેજડી કિંગ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
દિલીપકુમારે બ્રિટિશ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી
દિલીપકુમારને બ્રિટિશ નિર્દેશક ડેવિડ લીન દ્વારા ૧૯૬૨માં તેમની ફિલ્મ લોરેન્સ ઓફ અરેબિયામાં શેરીફ અલીનું પાત્ર ભજવવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ દિલીપકુમારે આ ઓફર નામંજૂર કરી હતી.
– પૂજા ધાર