Site icon Gujarat Today

ભાજપ છોડી ‘આપ’માં જોડાયેલ લાખાણીની સરદાર પટેલ સ્ટેડિયમનું નામ યથાવત્‌ રાખવા મુખ્યમંત્રી સમક્ષ માગણી

અમરેલી, તા.૧૫
અમરેલીમાં હાલમાં જ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લાખાણીએ રાજ્યના નવા વરાયેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખૂલ્લો પત્ર પાઠવી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પદ માટે આપની પસંદગી માત્ર જ્ઞાતિ આધારિત પાટીદાર હોવાથી થઈ છે. શરદ લાખાણીએ પત્રમાં વધુ જણાવ્યું હતું કે, આપની લાયકાત માત્ર પાટીદારની છે. શરદ ધાનાણીએ આ પત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યના મારા તમામ પાટીદારો ભાઈઓ એ ઈચ્છે છે કે, આપની પહેલી જ કેબિનેટ બેઠકમાં સરદાર પટેલ સ્ટેડિયમનું જે નામ બદલવામાં આવેલ છે તેને પુનઃ સરદાર પટેલ સ્ટેડિયમ કરવામાં આવે.
તેમજ પાટીદાર આંદોલન કે અન્ય સમાજના આંદોલન દરમ્યાન આંદોલનકારીઓ ઉપર ફરિયાદો થઈ છે, તે પરત ખેંચવી તેમજ આંદોલન દરમ્યાન મૃત્યુ પામ્યા છે, તેનો ઓર્ડર આપનાર અધિકારીઓ કે પદાધિકારીઓ ઉપર બંધારણીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે. તાનાશાહોએ પસંદગી પાટીદારોના મત મેળવવા કરી હોઈ તો ખાંડ ખાવ છો તેવો પણ કટાક્ષ પત્રમાં કરેલ છે. હવે પાટીદારો જ નહીં ગુજરાતનો કોઈ સમાજ કે વ્યક્તિ ઉલ્લુ નહીં બને. ગુજરાતમાં કોના ઈશારે સરકાર ચાલે છે તે બધા જ ગુજરાતીઓને ખબર છે, ગુજરાતના નાગરિક હવે બધુ જ સમજી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શરદ ધાનાણી છેલ્લા ૨૫ વર્ષથી ભાજપમાં જોડાયેલ એક સક્રિય આગેવાન હતા, પરંતુ ભાજપની રીતિ નીતિ અને અવગણના જેવી કાર્યશૈલીના કારણે તેમણે ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલ હતા.

Exit mobile version