(એજન્સી) મુંબઈ, તા. ૧૯
ગત મહિને મુંબઈના નાગપાડા વિસ્તારમાં હુસેની બિલ્ડિંગ જમીનદોસ્ત બની ત્યારે ત્યાંના એક ખ્યાતનામ રહેવાશીએ ખામોશી તોડી. પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિલિસ્ટ અ ે ઓલ્ડ ક્રાઈમ બ્રાન્ચના વડા પ્રદીશ શર્માની એક ટીમે મોડી રાતે બિલ્ડિંગમાં દરોડા પાડીને ખંડણીના જુના કેસમાં કાસકરની ધરપકડ કરી. પરંતુ હવે ઈકબાલની ધરપકડે એવી ચર્ચાને જન્મ આપ્યો છે કે ભારત સરકાર દાઉદ ઈબ્રાઈમને તેના ગુપ્ત ઠેકાણમાંથી બહાર લાવીને ભારત ખેંચી લાવવા ભારે ઈચ્છુક છે. અંડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાઈમના નાના ભાઈ ઈકબાલ કાસકરની ઠાણે પોલીસ ધરપકડના એક દિવસ પોલીસે આજે એવું કહ્યું કે ઈકબાલ કાસકરના ખંડણી રેકેટ સાથે દાઉદની સાંઠગાંઠની તપાસ થશે. કાસકરને બળજબરીપૂર્વક ખંડણી અને ધમકીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં બોલતાં પોલીસ કમિશનરે કહ્યું કે અમને છેલ્લા કેટલાક સમયથી બાતમી મળતી હતી કે દાઉદ ગેંગ અમારા વિસ્તારમાં સક્રિય છે. દાઉદ ઈબ્રાઈમના ભાઈ ઈકબાલ કાસકરને તેની બહેનના ઘેરથી પકડવામાં આવ્યો. તેમણે કહ્યું કે ખંડણની રકમ ફ્લેટ તરીકે લેવામાં આવતી હતી. પોલીસે કહ્યું ખંડણી રેકેટમાં મુમતાઝ અને ઈસરાર ડરાવવા-ધમકાવવાનું કામ કરતાં હતા. તેની સાથે તેઓ ઈકબાલ કાસકર સાથે પણ વાત કરાવતા હતા. સૂત્રોએ કહ્યું કે ઈકબાલ કાસકરે એક બિલ્ડરને ફોન પર ખંડણીની ધમકી આપી હતી. આ બિલ્ડર પાસેથી પહેલેથી જ ચાર ફ્લેટ પડાવનાર કાસકર તેમની પાસેથી વધારે રૂપિયા પડાવતા માંગતો હતો. પોલીસ કમિશનરે કહ્યું કે ઘણા સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરોને પણ નામો આવ્યાં છે તેમની સામે પણ તપાસ કરવામાં આવશે. પોલીસ વધારેમાં વધારે લોકોને કસ્ટડી લેવાનો પ્રયાસ કરશે. આ કેસમાં દાઉદ સંડોવાયેલો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો મની લોન્ડરીંગની વાત આવશે તો અમે ઈડી પણ મદદ લઈશું. તેમણે કહ્યું કે જે ધમકીઓ આપવામાં આવી, તે દાઉદ ગેંગને નામે આપવામાં આવી. બહારથી શાર્પ શૂટરો પણ બોલાવવામાં આવ્યાં હતા. જે રીતે અમને પુરાવા મળી રહ્યાં છે અમે તે પ્રમાણે તપાસ કરીશું.